મુખ્ય સમાચાર
News of Tuesday, 18th January 2022

પોર્ન વીડિયો કેસ : અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેએ પોતાની ધરપકડ થતી અટકાવવા માગેલું વચગાળાનું રક્ષણ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું : બોમ્બે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજરોજ મંગળવારે અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેને પોર્ન વિડિયો કેસમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપ્યું છે તથા બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે પાંડેએ કરેલી અપીલ પર નોટિસ જારી કરી હતી. જેમાં અન્ય અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા મુખ્ય આરોપીઓમાંના એક છે.

પાંડેએ પોર્ન રેકેટ કેસના સંબંધમાં આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો જેમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી.

25 નવેમ્બર, 2021 ના રોજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા રાહત માટેની પાંડેની અરજીને ફગાવી દેવામાં આવી હતી તેથી તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

પાંડેએ જણાવ્યું હતું કે તે આ કેસમાં પીડિતા હતી અને આરોપી નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:57 pm IST)