મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

વિમાન જપ્ત કરાયા બાદ હોટલ : અમેરિકા અને પેરિસમાં પીઆઈએના હોટલ પણ અટેચ : પાકિસ્તાનને મોટો ઝટકો

ન્યૂયોર્કમાં રૂસલવેલ્ટ હોટલ અને પેરિસમાં સ્ક્રાઇબ હોટલ અટેચ કરાઈ

પાકિસ્તાનને એક પછી એક આંચકા લાગી રહ્યા છે. મલેશિયામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) તરફથી લીઝ પર લેવામાં આવેલા વિમાન જપ્ત થયા પછી હવે અમેરિકા અને પેરિસમાં પીઆઈએના હોટલ પણ અટેચ કરવામાં આવ્યા છે. Pakistan Hotel Attach 

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ મુજબ ન્યૂયોર્કમાં રૂસલવેલ્ટ હોટલ અને પેરિસમાં સ્ક્રાઇબ હોટલ અટેચ કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા મામલાના કારણે પાકિસ્તાન આ હોટલોને વેચી શકતો નથી. બ્રિટનની હાઈકોર્ટે પાકિસ્તાન હાઈકમિશનના ખાતામાં 28.7 મિલિયન ડોલર ટ્રાન્સફર કરવાના આદેશ આપ્યા છે.

કહેવામાં આવી રહ્યુ છે કે પીઆઈએના વિમાન અને હોટલો પર કાર્યવાહી પછી પાકિસ્તાને વિદેશોમાં તેની સંપત્તિ બચાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન તરફથી કહેવામાં આવ્યુ છે કે એરલાઇન મેનેજમેન્ટ મલેશિયાની કોર્ટમાં પીઆઈએ એરક્રાફ્ટને રિલીઝ કરાવવા માટે તાત્કાલિક સુનાવણી માટે પગલા લઇ રહ્યું છે

બીજી તરફ વૈશ્વિક સ્તરે થઇ રહેલા અપમાન પર પાકિસ્તાન તરફથી સ્પષ્ટતા આપવામાં આવી રહી છે. પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રીએ આ મામલે જણાવ્યું કે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇને વર્ષ 2015માં બે એરક્રાફ્ટ લીઝ પર લીધા હતા, પરંતુ કોવિડ-19 મહામારીના કારણે ફંડ ચુકવણી ના કરી શક્યુ.

આ કાર્યવાહી પાકિસ્તાન તરફથી લોનની ચુકવણી ના કર્યા બાદ કરવામાં આવી છે, તે પછી પાકિસ્તાન સરકારે દૂતાવાસોને વિદેશી બેંક ખાતામાં ન્યૂનતમ ફંડ રાખવાના આદેશ આપ્યા છે. અગાઉ મલેશિયામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનના બોઇંગ-777 પ્લેનને જપ્ત કરાયું હતુ. આ દરમિયાન પ્લેનમાં 172 પેસેન્જર સવાર હતા. પાકિસ્તાનને લીઝ પર લીધેલા બીજા પ્લેનને પણ જપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

(12:17 am IST)