મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

પ્રજાસત્તાક દિવસે 42 હવાઈ જહાજો માર્ચ પાસ્ટમાં ભાગ લેશે

૧૫ ફાઈટર વિમાનો, પાંચ માલવાહક વિમાનો, ૧૭ હેલિકોપ્ટરો, એક વિન્ટેજ અને ચાર લશ્કરી ઉડ્ડયન વિભાગના હેલિકોપ્ટરો જોડાશે

નવી દિલ્હી : ૪૨ હવાઈ જહાજો પ્રજાસત્તાક દિનની પરેડમાં ભાગ લેશે. ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ માર્ચ દરમિયાન ઇન્ડિયન એર ફોર્સ અને ભારતીય લશ્કરના 42 લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરો ભાગ જોડાશે જેમાં ૧૫ ફાઈટર વિમાનો, પાંચ માલવાહક વિમાનો, ૧૭ હેલિકોપ્ટરો, એક વિન્ટેજ અને ચાર લશ્કરી ઉડ્ડયન વિભાગના હેલિકોપ્ટરો જોડાશે. વીક્ટર  ચાર્લી ફોર્મેશનમાં રાફેલ ફાઈટર વિમાનો ભાગ લેશે 

(8:08 pm IST)