મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

કેન્‍દ્ર સરકાર તપાસ એજન્‍સીઓના ઉપયોગ લોકોને ડરાવવા કરે છેઃ ખેડૂત આંદોલન મુદ્દે નોટીસ ફટકારતા સુખબીરસિંહ બાદલનું ટ્‍વિટ

નવી દિલ્હી: બીજેપીની સહયોગી પાર્ટી રહેલી શિરોમણી અકાલી દળે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈએ) તરફથી ખેડૂત આંદોલન સાથે જોડાયેલા નેતાઓ અને સમર્થકોને પાઠવવામાં આવેલા સમન્સનો વિરોધ કર્યો છે. તેમને કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો ઉપયોગ લોકોને ડરવવા માટે કરવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે.

અકાલી દળ પ્રમુખ સુખબીર સિંહ બાદલે ટ્વિટ કરીને કહ્યું, “ખેડૂત નેતાઓ અને આંદોલનના સમર્થકોને એનઆઈએ અને ઈડીની પૂછપરછ દ્વારા ડરાવવા-ધમકાવવાની કેન્દ્ર સરકારની કોશિશોની નિંદા કરૂ છું. તેઓ રાષ્ટ્ર વિરોધી નથી.

તેમને આગળ લખ્યું, નવમા રાઉન્ડની વાતચીત પણ અસફળ થયા પછી એકદમ સ્પષ્ટ થઈ ગયું છે કે, ભારત સરકાર માત્ર ખેડૂતોને થકાવીને કમજોર કરવાની કોશિશ કરી રહી છે.

સુખબીર સિંહ બાદલે શું કહ્યું

પત્રકારો સાથે વાત કરતાં તેમને ખાલસાએડ નામની એનજીઓને એનઆઈએના સમન્સ પર કહ્યું, “ખાલસાએડ એક એવી સંસ્થા છે, જેને દુનિયાભરમાં સેવા કરવા માટે ઓળખાય છે, તે સંસ્થા સેવા ભાવ માટે થાઈલેન્ડ, બોસ્નિયા સુધી પહોંચી જાય છે. ખાલસાએડ પોતાના દેશના અનેક રાજ્યોમાં જાય છે, જ્યારે તે ગુજરાત જાય છે તો તેમને (સરકાર ને) સારૂ લાગે છે પરંતુ અહીં (દિલ્હી) લાગે છે કેન્દ્ર નિરાશ થઈ ગઈ છે અને આવું બધું કરી રહી છે. તેમને લાગી રહ્યું છે કે, બધુ કરીને લાંબા સમય સુધી આંદોલન ચાલતો રહેશે તો આંદોલન ખત્મ થઈ જશે પરંતુ સરકાર ખેડૂતોના ઈરાદા મજબૂત કરી રહી છે.

તેમને લાગે છે કે, નોટિસ આપીને 60 દિવસથી ઠંડીમાં બેસેલા લોકોને ડરાવી દેશે તો કેન્દ્ર સરકારની તે ભૂલ છે. ખેડૂત આવી રીતે નોટિસની ચિંતા કરશે નહીં, તેમને જેટલા વધારે હેરાન કરવામાં આવશે તેટલો સંઘર્ષ ઉગ્ર થશે.

(5:25 pm IST)