મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

વેકસીન લગાવવાના લીધે નથી થયું વોર્ડ બોયનું મોત

મુરાદાબાદ, તા.૧૮: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોરોના વાયરસની રસી લગાવ્યાના બીજા દિવસે રવિવારે એક સ્વાસ્થ્યકર્મીનું મોત થયું, ત્યારબાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો કે રસી લગાવ્યા પછી તેનું મૃત્યું થયું. જોકે મુખ્ય ચિકિત્સા અધિકારી એમસી ગર્ગે હવે આરોપોને નકારી કાઢ્યા છે અને તમને જણાવવામાં આવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ ખબર પડી કે વોર્ડ બોયનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.

જોકે મુરાબાદ જિલ્લાના હોસ્પિટલના હોસ્પિટલના ૪૬ વર્ષીય વોર્ડ બોય મહિપાલ સિંહને ૧૬ જાન્યુઆરીના રોજ કોરોના વાયરસની રસી લગાવવામાં આવી હતી. ત્યારબાદ તેમની તબિયત ખરાબ થઇ ગઇ અને દ્યરે જતા રહ્યા હતા. જોકે રવિવારે તબિયત વધુ બગડી ગઇ હતી અને હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ મોત થઇ ગયું. ત્યારબાદ પરિવારે આરોપ લગાવ્યો હતો કે કોરોના વેકસીન લગાવવાના કારણે મોત થયું છે.

મહિપાલ સિંહના પરિવારનો આરોપ છે કે કોરોના રસી લગાવ્યા બાદ તેમની તબિયત બગડી ગઇ છે. ત્યારબાદ તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જયાં તેમણે દમ તોડી દીધો. પરિવારે કહ્યું કે તે કયારેય કોવિડ-૧૯થી સંક્રમિત થયા ન હતા અને રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ શનિવારે રસી લગાવવામાં આવી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડીયાએ હોસ્પિટલના સીએમઓના હવાલેથી કહ્યું કે 'વોર્ડ બોય મહિપાલને શનિવારે લગભગ ૧૨ વાગે કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવી હતી. એક દિવસ પછી રવિવારે તેમને છાતીમાં દુખાવા સાથે શ્વાસ ફૂલવાની સમસ્યા થઇ. તેમણે આગળ કહ્યું કે 'રસી લગાવ્યા પછી વોર્ડ બોયએ નાઇટ શિફ્ટમાં કામ કર્યું હતું અને અમને લાગે છે કે રસીની આડઅસરના લીધે તેનું મોત નિપજયું છે. અમે મોતનું સાચું કારણ જાણ્યા પછી તપાસ કરી રહ્યા છીએ.

મહિપાલના પુત્ર વિશાલે કહ્યું કે 'રસી લગાવ્યા પછી મારા પિતા સારું અનુભવી રહ્યા ન હતા. તેમણે ઘર પરત આવ્યા પછી બપોરે મને હોસ્પિટલ બોલાવ્યો હતો અને કહ્યું હતું કે ઓટો લઇને આવે, કારણ કે તે બાઇક ચલાવી શકતા ન હતા. હું બપોરે ૧.૩૦ વાગે હોસ્પિટલ પહોંચ્યો તો તેમની હાલત પહેલાં કરતાં વધુ ખરાબ થઇ ચૂકી હતી.

મને લાગે છે કે તેમને સામાન્ય તાવ અને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. ત્યારબાદ તેમને ઘરે લઇ જવામાં આવ્યા અને ચા પીવડાવી આરામ કરવા માટે કહ્યું. રવિવારે તેમની હાલત વધુ ખરાબ થઇ ગઇ અને તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા, જયાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. મને લાગે છે કે રસીકરણના સાઇડ ઇફેકટના લીધે તેમનું મોત નિપજયું છે.

(4:21 pm IST)