News of Monday, 18th January 2021
બજેટમાં ઈકિવટી ઉપરના એલટીસીજી ટેક્ષ વધારાશે ? સરકાર આવક વધારવા કોવિડ ટેક્ષ ઝીંકે તેવી શકયતા
નવી દિલ્હી તા. ૧૮: કેન્દ્રીય બજેટની તૈયારીઓ પૂરી થઇ ગઇ હોવાનું જાણવા મળે છેઃ સરકાર આવક વધારવા અનેકવિધ પગલાઓ લેશેઃ સરકાર ઇકિવટી ઉપરનો એલટીસીજી ટેક્ષ વધારે તેવી શકયતા છેઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ટનાટન તેજી હોવાના કારણે ઇન્વેસ્ટરો માલામાલ થયા છે ત્યારે તેઓ પાસેથી થોડો ઘણો ટેક્ષ વસુલવામાં આવે તો વાંધો નથી તેવુ સરકારનું માનવુ છેઃ દરમિયાન સરકાર કોરોનાના જંગી ખર્ચને પહોંચી વળવા માટે નવો કોવિડ ટેક્ષ કે સેસ ઝીંકે તેવી પણ શકયતા છે
(3:11 pm IST)