મુખ્ય સમાચાર
News of Monday, 18th January 2021

સરકારના દાવાથી વિપરીત નિવેદન

ચાલુ વર્ષે ભારતીય ઇકોનોમીનો દર ૨૫% ટકા ઘટશે

નવી દિલ્હી,તા. ૧૮: જાણીતા ઈકોનોમિસ્ટ અને પ્રોફેસર અરૂણ કુમારનું કહેવું છે કે, અર્થવ્યવસ્થામાં સુધાર અંગે સરકાર જે દાવા કરી રહી છે એ ઝડપથી સુધાર નથી થઇ રહ્યો. સંભવ છે કે ચાલુ નાણાકીય વર્ષ જે ૩૧ માર્ચે પૂર્ણ થશે એમાં ભારતીય અર્થતંત્રમાં ઐતહાસિક ૨૫્રુ ઘટાડો જોવા મળશે.

અરુણ કુમારે કહ્યું કે, કોરોનાના કારણે સરકારનું બજેટ એસ્ટીમેટ પુરી રીતે બગડી ગયું છે. એવામાં સુધાર જરૂરી છે. તેમણે કહ્યું કે, હાલ સુધારના સંકેત માત્ર ઓર્ગનાઈઝડ સેકટરમાં જોવા મળ્યો છે. જીડીપી અને રોજગારનો મોટો ભાગ અન-ઓર્ગેનાઇઝડ છે જયાં હજુ સુધારની શરૂઆત થઇ નથી. એ ઉપરાંત સર્વિસ સેકટરના કેટલાક મોટા ભાગ અને મહત્વપૂર્ણ ક્ષેત્રમાં હજુ પણ સુધારની શરૂઆત થઇ નથી. એવામાં સુધારનો જે દાવો કરવામાં આવી રહ્યો છે એનાથી સત્ય ઘણું અલગ છે.

અરૂણ કુમારે કહ્યું કે મારુ ગણિત કહે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથ માઇનસ ૨૫% રહેશે. એપ્રિલ અને મેં બે મહિનામાં સુધીમાં દેશમાં કડક લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ચાલુ વર્ષની શરૂઆતમાં કેટલાક મહિના માટે જરૂરી સેવાઓની મંજૂરી આપવામાં આવી. અહીં સુધી કે કૃષિ ક્ષેત્રે પણ એટલી ઝડપ નોંધાઈ નથી.

અંદાજ લગાવીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માને છે કે ચાલુ વર્ષમાં અર્થવ્યવસ્થામાં ૭.૫% ઘટાડો થઇ શકે છે, જયારે NSOનાં અનુમાન એ જ છે કે ઘટાડો ૭.૭% સુધી રહી શકે છે. NSO મુજબ, જૂન ત્રિમાહીમાં દેશની અર્થવ્યવસ્થામાં ૨૩.૯% નો ઘટાડો થયો હતો. સપ્ટેમ્બર ત્રિમાહીમાં આ ઘટાડો ઘટીને માઇનસ ૭.૫% પર હતો. કુમારનું કહેવું છે કે આ રિપોર્ટ અનુસાર સરકારે કહ્યું હતું કે આમાં રિવીઝન કરવામાં આવે.

(10:41 am IST)