મુખ્ય સમાચાર
News of Saturday, 18th January 2020

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રસના 54 ઉમેદવારો જાહેર

ચાર કલાક પહેલા આપ છોડીને કોંગ્રેસમાં આવેલ લાલબહાદુર શાસ્ત્રીના પુત્રને દ્વારકાની ટિકિટ : અલકા લાંબાને ચાંદની ચોક,કીર્તિ આઝાદની પત્નીને સંગમ વિહારથી ટિકિટ ફાળવી

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે કોંગ્રેસે 54 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. ઉમેદવારોની પસંદગીને લઇને  સીઇસીની બેઠક યોજાઇ હતી. માત્ર 4 કલાક પહેલા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા આદર્શ શાસ્ત્રીને દ્વારકાથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર છે.

  આ સિવાય આપ પાર્ટીના ધારાસભ્ય રહેલા અલકા લાંબાને ચાંદની ચોક, કીર્તિ આઝાદની પત્ની પૂનમને સંગમ વિહારથી ટિકિટ મળી છે. જ્યારે શીલા દીક્ષિત સરકારમાં મંત્રી રહેલા બંને નેતાઓ અરવિન્દર સિંહ લવલીને ગાંધીનગર અને હારુન યૂસુફને બલ્લીમારાનથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

(9:54 pm IST)