મુખ્ય સમાચાર
News of Friday, 17th January 2020

હવે ફ્લિપકાર્ટ ભારતમાં ઘરે-ઘરે શાકભાજી-ફ્રૂટની ડિલિવરી કરશે: પાયલોટ પ્રોજેક્ટની કરી શરૂઆત

કંપનીએ હાલ વેકૂલ ફુડ એન્ડ પ્રોડક્ટ્સ સાથે પાર્ટનરશિપ કરી

નવી દિલ્હી : ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ હવે ભારતમાં શાકભાજી વેચવાની તૈયારી કરી રહી છે. ઘરે ઘરે શાકભાજી પહોંચાડવા માટે કંપનીએ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત કંપની તાજા ફળ અને શાકભાજીનું વેચાણ કરશે.

મીડિયા રિપોર્ટ મુજબ શાકભાજીની ડિલિવરી માટે ફિલ્પકાર્ટ તેના માર્કેટ પ્લેસ પર વેંડર્સ સાથે પાર્ટનરશિપ કરશે.ફ્લિપકાર્ટને વોલમાર્ટ દ્વારા હસ્તગત કરવામાં આવી છે. કંપની સૂત્રોએ જણાવ્યું કે લાઇસન્સની એપ્લિકેશન હાલ પ્રોસેસમાં છે. કંપનીએ હાલ વેકૂલ ફુડ એન્ડ પ્રોડક્ટ્સ સાથે પાર્ટનરશિપ કરી છે. એવું પણ કહેવામાં આવે છે કે તાજા ફળો અને શાકભાજી સ્પેસમાં સપ્લાય ચેન અને રેગ્યૂલેટરી કંપ્લાઇન્સમાં જટિલતાને કારણે કંપની હજી આ સેગમેન્ટમાં નહોતી આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે એમેઝોન ભારતમાં પસંદગીની જગ્યાઓ પર એમેઝોન ફ્રેશ સર્વિસ હેઠળ ફ્રેશ ફ્રુટ્સ અને શાકભાજી ડિલિવર કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ ફ્લિપકાર્ટે કહ્યું કે કંપની માટે ગ્રોસરી પ્રમુખ કેટેગરીઝમાંથી એક છે. હૈદરાબાદમાં શરૂ કરેલ આ પાયલોટ પ્રોજેક્ટ ગ્રાહક વ્યવહાર અને સપ્લાય ચેનને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.ભારતમાં હાલ ઓનલાઇન ફૂડ બાદ ઓનલાઇન શાકભાજી અને ફ્રુટ્સનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે.

(12:22 am IST)