મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

કોંગ્રેસ હાઇકમાન્ડના આદેશ બાદ મહિલાઓને 33 ટકા અનામત આપશે રાજસ્થાન સરકાર

વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરાવીને કેન્દ્ર સરકારને મોકલાશે

 

જયપુર :પંજાબ બાદ હવે રાજસ્થાન સરકાર  વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં 33 ટકા સીટ મહિલાઓ માટે આરક્ષીત કરવા માટે મહિલા આરક્ષણ પ્રસ્તાવ વિધાનસભામાં લાવીને તેને પસાર કરશે. કેબિનેટની બેઠકમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓના 33 ટકા અનામતના પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે  કેબિનેટમાં સંકલ્પ પર વિસ્તારથી ચર્ચા થઇ હતી અને હવે વિધાનસભાના હાલના સત્રમાં મહિલા અનામતના પ્રસ્તાવે પસાર કરવાની તૈયારી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા સીટ અનામત કરવા માટે લોકસભામાં બિલ પસાર કરી ચૂક્યું છે. મહિલા આરક્ષણનું બિલ રાજ્યસભામાં અટકી પડ્યું છે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અવાર નવાર બિલ પર અભિયાન ચલાવતી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત મહિને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખી 33 ટકા મહિલા અનામતનો પ્રસ્તાવ લોકસભામાં પસાર કરી કેન્દ્રને મોકલવાનું કહ્યું હતું.
  
પંજાબની કોંગ્રેસ સરકાર પ્રસ્તાવ પસાર કરી ચૂકી છે, કોંગ્રેસ હાઇકમાનના આદેશોને હવે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પણ અમલ કરી રહી છે. લોકસભા ચૂંટણી પહેલા 33 ટકા મહિલા આરક્ષણનો પ્રસ્તાવ પસાર કરવા પાછળનું કારણ રાજકારણ પણ છે, કોંગ્રેસ રણનીતિકારોનું માનવું છે કે નિર્ણયથી મહિલાઓના મત પાર્ટીને મળી શકે છે-

 

(12:09 am IST)