મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

અમેરીકામાં ખાવાના સાંસા પડતા વિદેશી સંસ્થાઓએ ખાણીપીણીની ચીજો મોકલાવી

દેશમાં ચાલતા શટડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતીમાં વિવિધ દેશોએ રાહત સામગ્રી પૂરી પાડી

વોશિંગ્ટન, તા.૧૮:  અમેરિકામંાં ૨૬ દિવસથી  દિવસોથી ચાલતી શટડાઉનની સ્થિતીના કારણે હવે દેશમાં કેટલાંક લોકોને ખાવાના પણ સાંસા પડતા આવી વિકટ સ્થિતીમાં વિદેશી સંસ્થાઓએખાણીપીણીની ચીજો મોકલાવીને લોકોને મદદરૂપ બનવાના પ્રયાસો કર્યા છે.જેમાં કામબંધીના લીધે જે કર્મચારીઓ પર વિશેષ અસર પડી છે તેમને સ્પેનના એક જાણીતા શેફની માનવીય સહાયતા સંસ્થા તરફથી સૂપ અને સેન્ડવીચનુ વિતરણ કરવામા આવી રહ્યુ છે.

સમાચાર સંસ્થા એફેના જણાવ્યા અનુસાર શેર જોસ આંદ્રેસના વર્લ્ડ કિચનવ તરફથી અમેરિકાના સંધીય કર્મચારીઓને ભોજનની સુવિધા પુરી પાડવામા આવી રહી છે. આમા મોટાભાગના કર્મચારીઓ એવા છે કે જેઓને પગાર મળ્યો નથી.આંદ્રેશનુ આ કિચન ૨૦૧૦માં હેતીમાં આવેલા ભૂકંપ હબાદ અને પ્યૂટરે રિકોમાં ૨૦૧૭મા આવેલા તોફાન મારિયાથી અસરગ્રસ્ત થયેલા લોકોને પણ ભોજનનની સુવિધા પુરી પાડી ચુક્યુ છે.મિશેલિન સ્ટાર શેફે જણાવ્યુ કે તે સરકારી કામબંધીને એક અન્ય પ્રકારની આપાતકાલિન સ્થિતી માને છે. દિવાલ બનાવવાના મામલે રાષ્ટ્રપ્રમુખ અને કોંગ્રેસ વચ્ચેના વિવાદ બાદ લગભગ ૮૦ હજાર સંઘીય કર્મચારીઓને પગાર મળ્યો નથી તેથી ૨૬ દિવસ બાદ હવે આવા લોકોને ખાવા-પીવાની બાબતે ભારે હાલાકી પડી રહી છે જોકે દેશમાં ઉભી થઈ રહેલી આવી વિકટ પરિસ્થિતીનો ઉકેલ લાવવા વ્હાઈટ હાઉસના સત્તાધીશો સંઘીય કર્મચારીઓના પગારને લઈને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની દિશામાં પ્રયાસો કરી રહ્યા છે.

બીજી તરફ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ હજુ પણ દિવાલ બનાવવાના મામલે અડગ છે.તેના પરથી લાગી રહ્યુ છે કે દેશમાં હજુ પણ થોડા દિવસ શટડાઉનની સ્થિતી ચાલુ રહેશે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ  તરફથી એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તેમની આવી માગણીથી લોકો ખુશ છે.જ્યારે તંત્રએ દાવો કર્યો છે કે આગામી મંગળવાર સુધીમાં આવી સ્થિતીનો ઉકેલ આવી જાય તેમ લાગે છે.(૨૨.૧૨)

(4:13 pm IST)