મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું ૪૦ યુનિવર્સિર્ટીઓ દ્વારા સન્માન

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 'આચાર્ય પ્રવર' અને બાબા ભીમરાવ યુનિ. દ્વારા 'તત્વજ્ઞાન શીરોમણીનું બિરૂદ

રાજકોટ : લખનૌના અટલ બિહારી વાજપેયી સાયન્ટિફિક સેન્ટર ખાતે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી દ્વારા મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને અભિનંદન આપવા માટે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા ૪૦ યુનિવર્સિટીઓને આમંત્રણ પાઠવ્યું હતું.  ભદ્રેશદાસજી વિશ્વ પ્રસિદ્ઘ બીએપીએસ સંસ્થાના વિદ્વાન સંત અને વિદ્યાવ્યાસંગી છે. ઉત્તર પ્રદેશ સરકારે તેમને આચાર્ય પ્રવરની ઉપાધિથી નવાજયા હતા. તો બાબાસાહેબ ભીમરાવ યુનિવર્સિટીએ તેમને  તત્ત્વજ્ઞાન શિરોમણિનું સર્વોચ્ચ બિરુદ આપ્યું હતું. તેમનું આ સન્માન તેમણે લખેલા ગ્રંથો સ્વામિનારાયણ ભાષ્ય અને સ્વામિનારાયણ સિદ્ઘાંત સુધા માટે કરવામાં આવ્યું હતું. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના વાઇસ ચાન્સેલર ડો. એન.એમ.પી. વર્માએ પ્રવચન આપ્યુ હતુ પૂજય ભદ્રેશદાસજીને અભિનંદન આપવા માટે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા, વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ અને શિક્ષણ જગતના પ્રતિષ્ઠિતો ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મલીન પૂજય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આધુનિક ૨૧ મી સદીમાં ભદ્રેશદાસજીએ ભગવાન સ્વામિનારાયણ અને અક્ષરપુરુષોત્તમના સિદ્ઘાંત પર પ્રસ્થાનત્રયી લખીને નવી પરંપરા પ્રસ્થાપિત કરી. બલદેવ વિદ્યાભૂષણે ૧૫૦ વર્ષ પૂર્વે લખેલા નવા ભાષ્ય પછી આ એક માત્ર ભાષ્ય નથી, પરંતુ પૂજય શંકરાચાર્યના ભાષ્ય પછી એટલે કે ૧૨૦૦ વર્ષ પછી એક માત્ર ભદ્રેશદાસજીએ પ્રસ્થાનત્રયીના ત્રણેય ગ્રંથો ઉપર ભાષ્ય લખ્યું છે. આ પરંપરાને પુનજીર્વિત કરવાનું કાર્ય આપણા માટે ગૌરવ લેવાની વાત છે. તેથી આગળ વધીને ભદ્રેશદાસજીએ સ્વામિનારાયણ-સિદ્ઘાંત-સુધા નામના વાદ ગ્રંથની રચના કરી. તેમાં તત્ત્વજ્ઞાનના સિદ્ઘાંતોની છણાવટ કરવામાં આવી છે.  પ્રસ્થાનત્રયીના જ સર્જક દ્વારા વાદગ્રંથ રચવાની ઘટના વેદાંતિક સાહિત્યમાં અપૂર્વ ઘટના છે.  અપ્રતિમ સાહિત્યિક રચનાઓના કારણે ભદ્રેશ દાસજીને મહામહોપાધ્યાય, વેદાંત માર્તંડ, દર્શન કેસરી, અભિનવ ભાષ્યકાર અને વિદ્વત્ત્।સાર્વભૌમ જેવી ઉપાધિઓ મળેલી છે. મોરના પીંછાની જેમ તેમાં ઉત્ત્।ર પ્રદેશની સરકારના નાયબ મુખ્ય મંત્રી શ્રી દિનેશ વર્માએ વધારો કરતાં ભદ્રેશ દાસજીને ઉત્ત્।ર પ્રદેશ સરકાર તરફથી શ્નઆચાર્ય પ્રવરલૃએવોર્ડ અર્પણ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ સદીની એક મહાન ઘટના છે. આ અદભુત રચના સાથે ભદ્રેશદાસજી શંકરાચાર્ય, રામાનુજાચાર્યની શ્રેણીમાં આવી ગયા છે.  તેથી આગળ વધીને તેમણે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને  ઉત્ત્।ર પ્રદેશમાં યુનિવર્સિટી સ્થાપવા વિનંતિ કરી હતી. ગવર્નર રામ નાઇકે પણ આ ઐતિહાસિક કાર્યની પ્રશંસા કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. સંસ્કૃત અને વેદાંત સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન બદલ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્ષિટીએ તેમને   ફિલોસોફી ઇન એકસલન્સ (તત્ત્વજ્ઞાન શિરોમણિ) એવોર્ડ આપ્યો હતો. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અરબી- ફારસી યુનિવર્ષિટીના કુલપતિ ડો. મહારુખ મિર્ઝાએ ઐતિહાસિક શૈક્ષણિક કાર્ય માટે ભદ્રેશદાસજીને અરબી ભાષામાં પ્રશસ્તિપત્ર આપ્યો હતો. ભદ્રેશદાસ સ્વામીએ પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે પ્રસ્થાનત્રયીની રચના કરવાની પ્રેરણા ગુરુ બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે આપી હતી. ભાગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદના કારણે આ તમામ કાર્ય શકય બની શકયું છે. તેમનાં ચરણકમળમાં હું આ કાર્ય સિદ્ઘિ અને યશ સમર્પું છું. બીએપીએસના વિદ્વાન સંત નારાયણમુનિ સ્વામીજીએ કહ્યું કે ભદ્રેશ દાસજીને અભિનંદન આપવા માટે ૪૦ યુનિવર્સિટી અને રાજયના નાયબ મુખ્ય મંત્રી એકત્રિત થયા તે ઐતિહાસિક ઘટના છે.

(4:09 pm IST)