મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

વાયબ્રન્ટ ગુજરાત એક કલાકમાં 80,000 કરોડના રોકાણની જાહેરાત

અદાણી ગ્રુપ વિશ્વનું સૌથી મોટો સોલાર પ્લાન્ટ કચ્છમાં બનાવશે

અમદાવાદ :ગ્લોબલ સમિટમાં આદિત્ય બિરલા ગ્રૂપ દ્વારા 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપે સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટનું 5 રાષ્ટ્રના પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ટૂંક સમયમાં ઉદ્ધાટન કરશે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતાનાં રોકાણની જાહેરાત કરતાં કહ્યું કે, અમે આ વખતે અમારૂં રોકાણ વધારીએ છીએ.

ગુજરાતમાં અદાણી ગ્રુપ કુલ 55 હજાર કરોડનું રોકાણ કરશે. તેઓ વિશ્વનું સૌથી મોટું સોલર પ્લાન્ટ કચ્છમાં બનાવશે. આ ઉપરાંત તેમણે વડાપ્રધાનની દીર્ધદ્રષ્ટિનાં પણ વખાણ કર્યાં અને કહ્યું તમે 'સબકા સાથ સબકા વિકાસ'નું સપનું સાર્થક કર્યું છે.

તેમાં અબજો રૂપિયાના રોકાણ અને લાખો બેરોજગારોને રોજગારી આપતા દાવા સાથે એમઓયુ કરાશે. વાઇબ્રન્ટ સમિટના 16 વર્ષમાં અત્યાર સુધી 70 હજારથી વધુ એમઓયુ થયા છે. ગ્લોબલ સમિટમાં ડેલિગેટ્સ અને ઉદ્યોગપતિઓના સ્વાગત માટે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું.

મુકેશ અંબાણીનું સંબોધનમાં કહ્યું કે, 6 કરોડ ગુજરાતીઓનું સપનું એ મારુ સપનું છે. ગુજરાતને સમગ્ર વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય બનાવવું છે.

ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ અને કર્મભૂમિ છે. વડાપ્રધાન મોદીની આગેવાનીમાં દેશનો વિકાસ ઝડપી બન્યો.

ગુજરાતમાં જીયો નેટવર્ક 5G માટે તૈયાર છે. PDPUને શ્રેષ્ઠ યુનિવર્સિટી બનાવવા માટે 150 કરોડ ફાળવવામાં આવશે. તેમણે રજૂવાત કરી કે ભારતનો ડેટા ભારતમાં જ રહે તેવી રજૂઆત કરી ભારતના ડેટા વિદેશી કંપની પાસે ન જાય.

(12:55 pm IST)