મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

મોદીરાજમાં અર્થતંત્રએ UPA કરતા સારો દેખાવ કર્યો

રેટીંગ એજન્સીનો તુલનાત્મક અભ્યાસ... જીડીપી - મોંઘવારી - રાજકોષીય ખાધ જેવા મોરચે અગાઉની સરકાર કરતાં સુંદર પ્રદર્શન : જો નોટબંધી આવી ન હોત તો અર્થતંત્ર કયાંય આગળ હોત : જોકે વિકાસદર હજી ૮ ટકા સુધી પહોંચવાને વાર હોવાનો નિર્દેશ

નવી દિલ્હી તા. ૧૮ : ઙ્ગપ્રથમ વાર કોઈ રેટિંગ એજેન્સીએ યુપીએ-બે અને એનડીએના કાર્યકાળમાં દેશની અર્થવ્યવસ્થાનું અનુમાન રજૂ કર્યું છે. આકલન આંતરરાષ્ટ્રીય એજેન્સી ફિચની ભારતીય સહયોગી કંપની ઇન્ડિયા રેટિંગ્સ રજૂ કરી છે.જોકે તે અનુમાન દેશની અર્થવ્યવસ્થાની હાલત અને ભવિષ્યની સંભાવનાઓ પર છે.પરંતુ તેમાં વર્ષ ૨૦૧૦ થી વર્ષ ૨૦૧૩ અને વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૯ સુધીનો વિસ્તારથી તુલનાત્મક અધ્યયન છે જેમાં સ્પષ્ટ છે કે આંકડાની આધાર પર મોદી સરકારના કાર્યકાળમાં અર્થવ્યવસ્થાને વધુ યોગ્ય પ્રદર્શન કર્યું છે. એક રીતે જોઈએ તો ઇન્ડિયા રેટિંગ્સ તે પણ માને છે કે જો નવેમ્બર ૨૦૧૬થી નોટબંધી લાગુ ન થઇ હોત તો અર્થવ્યવસ્થાની સ્થિતિ વધુ સારી હોત.

જો સરકારી આંકડા પર ભરોસા કરે તો નાણાકીય વર્ષ ૨૦૧૦થી નાણાકીય વર્ષ ૨૦૧૪ના ચાર વર્ષોમાં આર્થિક વિકાસ દર ક્રમશઃ ૮.૬, ૮.૯, ૬.૭, ૫.૫ ટકા રહી છે. પરંતુ તેની બાદના પાંચ નાણાકીય વર્ષો દરમ્યાન તે ૬.૪, ૭.૪, ૮.૨, ૭.૧, અને ૬.૭ ટકા રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન તેના ૭.૨ ટકા રહેવાનો અંદાજ છે.

ઇન્ડિયા રેટિંગ્સે પહેલાના ચાર વર્ષોના વિકાસ દરને ઓછો ગણવ્યો છે. જયારે હાલના વિકાસ દરને સુધારવાળો ગણાવ્યો છે. આજ પ્રકારે મોંઘવારીના મોરચા પર મોદી સરકારને પુરા માકર્સ આપવામાં આવ્યા છે. પહેલાના ચાર વર્ષોમાં મોંઘવારીનો દર ક્રમશઃ ૧૨.૪ ટકા, ૧૦.૪, ૮.૪ અને ૧૦.૧ ટકા રહ્યો છે. જયારે મોદી સરકારના કાર્યકાળમાં તેના ૫.૯, ૪.૯, ૪.૫, ૩.૬ અને ૩.૫ ટકા રહેવાના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. તે હમેશા સરકાર તરફથી નક્કી કરેલા લક્ષ્યના નીચે રહી છે.

રાજકોષીય તિજોરી અને ચાલુ ખાતામાં ઘાટા અંગે પણ હાલની સરકારના કાર્યકાળને વધુ સક્ષમ માનવામાં આવ્યા છે. આ સ્થિતિ ચાલુ નાણકીય વર્ષના બાકી રહેલા મહિના અને આવતા નાણાકીય વર્ષ દરમ્યન પણ રહેવાનો અંદાજ છે. વિકાસદર હાલમાં ૮ ટકાને પાર કરવાની સ્થિતિમાં નથી અને તે હાલના વિકાસ દરથી સંતુષ્ટ નથી કારણકે ભારતીય અર્થવ્યવસ્થાને તેનાથી વધુની વિકાસદરની આશા છે.

સરકાર તરફથી ખર્ચ વધારવામાં આવી રહ્યા છે અને સરકાર તરફથી થતી ખપતની સ્થિતિ પણ સુધરશે પરંતુ આ બન્નેથી અર્થવ્યવસ્થાને વધુ મજબૂતી મળી શકે નહી.

(11:31 am IST)