મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

ભારતમાંથી 1300 રોહિંગ્યા મુસલમાનોને મોકલાયા બાંગ્લાદેશ :સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરી ટીકા

ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કર્યુ નથી.

નવી દિલ્હી :આ વર્ષની શરૂઆતમાં લગભગ 1300 રોહિંગ્યા મુસલમાનોને ભારતમાંથી બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે. એક અધિકારી તરફથી આ જાણકારી આપી હતી ભારતમા રોહિંગ્યા મુસલમાન મ્યાનમારમાં સેનાના અભિયાનને કારણે ભારત આવીને વસ્યા છે. ભારતના આ પગલાંની હવે યુનાઈટેડ નેશન્સ અને ઘણા માનવાધિકારી સંગઠન ટીકા કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે ભારતે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કર્યુ નથી.

  યુએન અને બીજા સંગઠનોએ ભારત પર આરોપ લગાવતા એ પણ કહ્યુ કે મ્યાનમારમાં સંભવિત ખતરા વચ્ચે રોહિંગ્યા મુસલમાનોને પાછા મોકલવા કાયદો તોડવા જેવુ છે 40,000 રોહિંગ્યા દેશનૈ અલગ અલગ ભાગોમાં ભારતે યુએન રેફ્યુજી કન્વેન્શનને સાઈન કર્યા છે. વર્ષ 2018માં ભારતમાં 230 રોહિંગ્યા મુસલમાનોની ધરપકડ થઈ હતી.

  ઈન્ટર સેક્ટર કોઓર્ડિનેશન ગ્રુપ (આઈએસસીજી) ની પ્રવકતા નયના બોઝે જણાવ્યુ છે કે 3 જાન્યુઆરીથી રોહિંગ્યા મુસલમાનોનું બાંગ્લાદેશ પહોંચવુ ઝડપી બન્યુ છે. અત્યાર સુધીની જાણકારી મુજબ આ વર્ષ અત્યાર સુધી 300 પરિવારોના લગભગ 1300 લોકોને ભારત તરફથી બાંગ્લાદેશ મોકલવામાં આવી ચૂક્યા છે. આઈએસસીજીમાં યુએનની ઘણમી એજન્સીઓ અને બીજા અમુક વિદેશી માનવીય સંગઠન શામેલ છે.

  કહેવામાં આવી રહ્યુ છે કે સીમા પાર કરીને બાંગ્લાદેશ આવેલા લોકોને પોલિસે કસ્ટડીમાં લીધા છે અને કોક્સ બજાર મોકલી દીધા છે. કોક્સ બજાર બાંગ્લાદેશના દક્ષિણનો એક જિલ્લો છે જ્યાં દુનિયાના સૌથી મોટા શરણાર્થી શિબિર છે.

(12:00 am IST)