મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

H-1B વીઝા ધારકોનું અમેરિકાના અર્થતંત્રમાં મહત્વનું પ્રદાન છેઃ તેમના માટે સુરક્ષાના ધારાધોરણોમાં ફેરફાર,કાર્ય સ્થળે યોગ્ય વાતાવરણ, પગારમાં ઉત્તરોતર વધારો, તથા હક્કો આપી શોષણ થતું અટકાવવું જરૃરીઃ અમેરિકન થીંક ટેન્કનો અહેવાલ

વોશીંગ્ટનઃ અમેરિકામાં H-1B વીઝા મેળવી કામ કરતા વિદેશીઓ માટે અમેરિકન થીંક ટેન્કએ આજરોજ રિપોર્ટ રજુ કર્યો છે. જે મુજબ ઇમીગ્રન્ટસ માટેના સુરક્ષા ધારાધોરણોમાં ફેરફાર, કાર્ય સ્થળે યોગ્ય વાતાવરણ તથા અમુક હક્કો આપવા રજુઆત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પએ આ H-1B વીઝા પોલીસીમાં નવા ફેરફારો આવી રહ્યા હોવાનું જણાવ્યું હતું જે મુજબ આ સ્કિલ વર્કસને વહેલુ નાગરિકત્વ મળી શકે છે. તથા અમેરિકાની કુશળ પ્રોફેશ્નલ્સની જરૃરિયાત સંતોષાઇ શકે છે.

જયારે ર્થીક ટેન્કના રિપોર્ટ અનુસાર આ વીઝાધારકોનું શોષણ થતુ હોવાનું તેમજ તેઓને અમેરિકનો કરતા ઓછા પગારે કામ કરવું પડતું હોવાનું બહાર આવ્યું છે. તેથી તેમને પૂરતુ વળતર મળે તેમજ કામ કરવા માટેનું યોગ્ય વાતાવરણ મળી રહે તથા સુરક્ષાના નિયમોનું પાલન થાય તેમ જણાવાયું છે. કારણ કે આ વિદેશી પ્રોફેશ્નલ્સનું અમેરિકાના અર્થતંત્રમાં મહત્વનું પ્રદાન છે. તેથી તેમને પગારમાં પણ ઉત્તરોત્તર વધારો મળતો રહેવો જોઇએ. તેવું જાણવા મળે છે. 

(8:37 am IST)