મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

ફેક ન્યુઝ : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ રાજીનામુ આપ્યું : અફવા ફેલાવતા અખબારની નકલો વ્હાઇટ હાઉસ બહાર વેચાતા હોબાળો : ટ્રમ્પના વિરોધીઓએ ઉજવણી કરી : ગઈકાલ બુધવારે બોગસ અખબાર દ્વારા ફેલાયેલી અફવા અંગે વોશિંગટન પોસ્ટની સ્પષ્ટતા

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ રાજીનામુ આપ્યું હોવાની અફવા ફેલાવતા એક અખબારની નકલો વ્હાઇટ હાઉસ બહાર વેચાતા હોબાળો મચી જવા પામ્યો હતો.કેટલાક ટ્રમ્પના વિરોધીઓએ તો  ઉજવણી પણ કરવા માંડી હતી.પરંતુ હકીકતમાં આ ફેક ન્યુઝ હતા.જે બોગસ અખબાર દ્વારા ફેલાવાયા હતા.તેવી સ્પષ્ટતા વોશિંગટન પોસ્ટએ કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અમેરિકામાં ઘુસતા રોકવા માટે પ્રેસિડન્ટ ટ્રમ્પએ સેનેટ સમક્ષ મોટા બજેટની માંગણી કરતા તેનો વિરોધ થયો છે.પરિણામે દેશમાં શટડાઉન ચોથા સપ્તાહમાં પ્રવેશી ગયું છે.તથા 8 લાખ જેટલા સરકારી કર્મચારીઓ વિના પગારે કામ કરવા મજબુર બન્યા છે.

(6:58 pm IST)