મુખ્ય સમાચાર
News of Friday, 18th January 2019

પદ્મશ્રી એવોર્ડ વિજેતા ઇન્ડિયન અમેરિકન ડો.રાજેન્દ્ર બોઘરા ઉપર 464 મિલિયન ડોલરના હેલ્થકેર કૌભાંડનો આરોપ : 7 મિલિયન ડોલરની જામીનગીરી સાથે નજરકેદ

હ્યુસ્ટન : છેલ્લા એક માસથી જેલવાસ ભોગવી રહેલા ઇન્ડિયન અમેરિકન ડો.રાજેન્દ્ર બોઘરાને 7 મિલિયન ડોલરની જામીનગીરી સાથે જેલમાંથી મુક્ત કરી તેમના ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા છે. તેઓ ભારત ભાગી જાય તે માટે ઉપરોક્ત પગલું લેવાયું છે.તેમજ તેમના પત્ની તથા પુત્રીના પાસપોર્ટ પણ જપ્ત થવાની શક્યતા છે.તેમની સામે 464 મિલિયન ડોલરના હેલ્થકેર કૌભાંડનો આરોપ છે.જે મુજબ તેમણે દર્દીઓને બિનજરૂરી ઇન્જેક્શનો આપ્યાનો  તથા ડ્રગને પ્રમોટ કર્યાનો આરોપ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ડો.બોઘરા પાસે અમેરિકા ઉપરાંત ભારતમાં પણ અઢળક સંપત્તિ હોવા અંગે તપાસ ચાલુ છે.ઉલ્લેખનીય છે કે વતન ભારતમાં તેઓ  HIV તથા ડ્રગ વિરુદ્ધ જાગૃતિ માટે દર વર્ષે 2 માસ જેટલો સમય ફાળવી સેવાઓ આપે છે.તેમને ભારત સરકારે 1999 ની સલમા પદ્મશ્રી એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા.

(11:54 am IST)