મુખ્ય સમાચાર
News of Monday, 17th December 2018

સતત બેચેની અનુભવાતી હોય તો તેનું કારણ ચંદ્ર ગ્રહઃ સોમવારે ચંદ્ર કૃપા માટે ચમત્કારી ઉપાય કરજો

સૂર્યની જેમ ચંદ્ર પણ દેવ છે. નવ ગ્રહોમાં ચંદ્રને મન અને હૃદયનો કારક માનવામાં આવે છે. તમને સતત બેચેની અનુભવાતી હોય તો તેનું કારણ ચંદ્ર જ છે. કુંડળીમાં ચંદ્ર દૂષિત હોય તેવા જાતકોને ક્યારેય શાંતિ નથી મળતી. ચંદ્રને કારણે ઘરમાં કંકાસ, માનસિક વિકાર, માતા-પિતાની બીમારી, દુર્બળતા, પૈસાની તંગી વગેરે સમસ્યાઓ સર્જાય છે. સોમવાર ચંદ્રદેવનો દિવસ છે. આવામાં આ દોષો દૂર કરવા અને ચંદ્રની કૃપા પામવા માટે આ ચમત્કારી ઉપાય કરો.

શિવલિંગ પર અભિષેકઃ

દૂધમાં કાળા તલ નાંખી શિવલિંગ પર રૂદ્રાભિષેક કરો. શિવજીની ઉપાસનાથી ચંદ્ર દેવતા સાથે સંબંધી દોષ દૂર થઈ જાય છે અને તેમની કૃપા મળે છે.

ચંદ્રને અર્ધ્યઃ

સોમવારે ચંદ્રની કૃપા મેળવવા ચાંદીના પાત્રમાં ગંગાજળ, દૂધ, ચોખા અને પતાશા અથવા ખાંડ નાંખી સૂર્યાસ્ત બાદ ચંદ્રને અર્ધ્ય આપો.

દાનઃ

સોમવારે દૂધ અને ચોખાની ખીર બનાવી ગરીબ, અસહાય લોકોને દાન કરો. આ ઉપરાંત દૂધ, ચોખા, સફેદ કપડા, ખાંડ, સફેદ ચંદન અને દહીંનું દાન કરવાથી પણ ચંદ્રની કૃપા મળે છે.

જાપઃ

પૂનમના દિવસે ચંદ્રપ્રકાશમાં બેસી ચંદ્ર મંત્રનો જાપ કરવો જોઈએ. તમે નીચે જણાવેલા મંત્રનો જાપ કરી શકો છો.

ચંદ્ર મંત્ર

ॐ ऐं क्लीं सोमाय नम:।।

ચંદ્ર બીજ મંત્ર

ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।।

ચંદ્રને નમસ્કાર કરવાનો મંત્ર

दधिशंख तुषाराभं क्षीरॊदार्णव संभवम्।

नमामि शशिनं सॊमं शम्भोर्मकुट भूषणम्॥

માતાના આશીર્વાદ લોઃ

ચંદ્ર માતાનો કારક છે. આથી રોજ તમે તમારી માતાના ચરણસ્પર્શ કરશો તો પણ ચંદ્રની કૃપા મળશે અને તારા તમામ દોષ દૂર થશે.

(4:29 pm IST)