મુખ્ય સમાચાર
News of Wednesday, 17th November 2021

જમ્મુ કાશ્મીર કોગ્રેસમાં મોટો ફટકો : ગુલામ નબી આઝાદ સહિત 7 મોટા નેતાઓએ આપ્યા રાજીનામાં

સોનિયા ગાંધીને રાજીનામુ મોકલનારાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારાસભ્ય:એક વર્ષથી પાર્ટી નેતૃત્વને મળવાનો સમય માંગી રહ્યા હતા પરંતુ તેમણે સમય આપવામાં નથી આવ્યો

નવી દિલ્હી : કોંગ્રેસના જમ્મુ કાશ્મીરના સાત મુખ્ય નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામુ મોકલ્યુ છે અને દાવો કર્યો છે કે તેમણે કેન્દ્રશાસિત પ્રદેશમાં પાર્ટી સબંધિત ઘટનાને લઇને પોતાની વાત રાખવાની તક આપવામાં નથી આવી. રાજીનામુ મોકલનારાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારાસભ્ય છે.

સુત્રોનું કહેવુ ચે કે આ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા ગુલામ નબી આઝાદના નજીકના છે. કોંગ્રેસના આ નેતાઓના રાજીનામાના કેટલાક દિવસ પહેલા આઝાદે જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. સુત્રોએ રાજીનામુ આપનારા નેતાઓના નામ જાહેર કર્યા નથી, તેમનું કહેવુ છે કે આ નેતાઓએ સોનિયા ગાંધી સિવાય પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના પ્રદેશ પ્રભારી રજની પાટિલને રાજીનામાની કોપી મોકલી છે.

રાજીનામામાં આ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમણે રાજ્ય કોંગ્રેસ નેતૃત્વના શત્રુતાપૂર્ણ વલણને કારણે આ પગલુ ભરવુ પડ્યુ, તેમણે પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ગુલામ અહેમદ મીર પર નિશાન સાધ્યુ છે. સુત્રોએ એમ પણ જણાવ્યુ કે પૂર્વ ઉપ મુખ્યમંત્રી તારા ચંદ સહિત આઝાદના કેટલાક અન્ય નેતાઓએ રાજીનામુ આપનારા નેતાઓએથી અંતર જાળવી લીધુ છે

 

આ નેતાઓએ રાજીનામામાં કહ્યુ છે કે તેમણે પોતાના મુદ્દા તરફ પાર્ટી હાઇકમાનનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે સમય આપવામાં નથી આવ્યો. આ નેતાઓનું કહેવુ છે કે તે આશરે એક વર્ષથી પાર્ટી નેતૃત્વને મળવાનો સમય માંગી રહ્યા હતા પરંતુ તેમણે સમય આપવામાં નથી આવ્યો.

મીર પર નિશાન સાધતા તેમણે કહ્યુ કે મીરના અધ્યક્ષ રહેતા પાર્ટી દયનીય સ્થિતિ તરફ વધી રહી છે અને પાર્ટીના ઘણા નેતા રાજીનામુ આપીને બીજા દળમાં સામેલ થઇ ગયા પરંતુ કેટલાકે ચુપ રહેવાનો નિર્ણય કર્યો છે.

(6:51 pm IST)