મુખ્ય સમાચાર
News of Wednesday, 17th November 2021

ભૂતનું લખલખું : ડરથી ગામ લોકોનું પલાયનઃ હવે રહે છે માત્ર ૪ લોકો !!!

મધ્યપ્રદેશના છત્તરપુર જીલ્લાના એક ગામની વિચિત્ર ઘટના

ભોપાલ, તા.૧૭: મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાનુ એક ગામ ભૂતના ડરથી ખાલી થઈ ગયુ છે. ગામમાં બની રહેલી રહસ્યમય ઘટનાઓના કારણે ગામના લોકો પલાયન કરી ગયા છે.ગામના લોકોનુ કહેવુ છે કે, અહીંયા અતૃપ્ત આત્માઓએ અડ્ડો જમાવ્યો છે.

ગામની અંદર ૧૦૦ મકાનો છે અને તેની વસતી ૪૦૦ લોકોની છે. વર્ષો સુધી આ ગામની જીવન શૈલી બીજા ગામડાઓ જેવી જ હતી પણ અચાનક જ લોકોને અજાણ્યા પડછાયા દેખાવ માંડ્યા હતા.ગામના લોકો બીમાર પડવા માંડ્યા હતા અને ઘણા લોકોના મોત થયા હતા.એ પછી ગામ ખાલી થવા માંડ્યુ હતુ.

ગામની મહિલાઓ પણ અજીબો ગરીબ હરકત કરવા માંડી હતી.લોકો સમજી નહોતા શકતા કે આખરે થયું છે શું. ભયના માર્યા લોકોએ ગામ છોડવાનુ પસંદ કર્યુ હતુ.

આજે પણ ગામ છોડીને જનારા લોકો પાછા ફરવાનુ પસંદ કરી રહ્યા નથી.

હવે અહીંયા માત્ર ચાર લોકો જ રહે છે અને તે પણ ૭૦ વર્ષથી વધારે વયના વૃધ્ધો છે.લોકો પલાયન કરી ગયા પણ અત્યાર સુધી ગામમાં તંત્રનો એક પણ અધિકારી તપાસ કરવા સુધ્ધા આવ્યો નથી.

(3:16 pm IST)