મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

દેશને જ્યારે પણ જરુર હશે ત્યારે શિવસેના હિન્દુત્વની તલવાર સાથે આગળ આવી ઉભી રહેશે: સંજય રાઉત

ભાજપની જેમ હિન્દુત્વની રાજનીતિમાં માનતા નથી :હિન્દુત્વનું સર્ટિફિકેટ ભાજપ પાસેથી લેવાની જરૂર નથી

મુંબઈ : શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેની આઠમી પૂણ્યતિથી નિમિતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારજનો તથા શિવસેનાના નેતાઓ દ્વારા બાલાસાહેબને પૂષ્પાંજલી પાઠવવામાં આવી હતી.તમામ નેતાઓએ મુંબઇમાં બાલાસાહેબના સ્મારક ખાતે પુષ્પો અર્પણ કર્યા હતા.

ત્યારબાદ મીડિયાને સંબોધિત કરતા શિવસેનાના નેતા સંજય રાઉતે હિન્દુત્વના મુદ્દે ભાજપને નિશાને લીધી હતી. સંજય રાઉતે કહ્યુ છે કે, અમારી પાર્ટી હિન્દુવાદી હતી અને રહેશે.અમારે બીજા કોઈ પાસેથી આ માટેનુ સર્ટિફિકેટ લેવાની જરુર નથી.દેશને જ્યારે પણ જરુર હશે ત્યારે શિવસેના હિન્દુત્વની તલવાર સાથે આગળ આવીને ઉભી રહેશે. શિવસેના ભાજપની જેમ હિન્દુત્વની રાજનીતિમાં માનતી નથી.

(8:56 pm IST)