મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવશે મધ્ય પ્રદેશ સરકાર : 5 વર્ષ સુધીની સજાની હશે જોગવાઇ

લવ જેહાદમાં સહયોગ કરનારાઓને પણ મુખ્ય આરોપીની જેમ સજા કરાશે : લગ્ન માટે ધર્માતરણ કરનારાઓને પણ સજાની જોગવાઇ

મધ્ય પ્રદેશ સરકાર લવ જેહાદ પર કાયદો બનાવવા જઇ રહી છે. રાજ્યના ગૃહ મંત્રી નરોતમ મિશ્રએ કહ્યુ કે જલ્દી અમે વિધાનસભામાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાવીશું. આ બિન જામીનપાત્ર ગુનો હશે અને દોષીઓને પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઇ હશે. આ પહેલા યુપી સરકાર પણ કાયદો બનાવવાની વાત કહી ચુકી છે

   મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રએ કહ્યુ કે આગામી વિધાનસભા સત્રમાં શિવરાજ સરકાર લવ જેહાદને લઇને ધર્મ સ્વાતંત્ર કાયદા માટે બિલ રજૂ કરવામાં આવશે અને કાયદો બની ગયા બાદ બિન જામીન પાત્ર કલમોમાં કેસ દાખલ કરી 5 વર્ષ સુધીની કડક સજા કરવામાં આવશે

   ગૃહ મંત્રી નરોત્તમ મિશ્ર અનુસાર, લવ જેહાદમાં સહયોગ કરનારાઓને પણ મુખ્ય આરોપીની જેમ સજા કરવામાં આવશે અને લગ્ન માટે ધર્માતરણ કરનારાઓને પણ સજાની જોગવાઇ આ કાયદામાં રહેશે. જોકે, સ્વેચ્છાથી ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા માટે સબંધિત વ્યક્તિનએ એક મહિના પહેલા કલેક્ટર કાર્યાલયમાં અરજી આપવી પડશે. ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રએ જણાવ્યુ કે બળ જબરી કરવામાં આવેલા લગ્ન, વિશ્વાસઘાત કરી ઓળખ છુપાવી કરવામાં આવેલા લગ્નને આ કાયદા બાદ રદ માનવામાં આવશે

  અત્રે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ લવ જેહાદ વિરૂદ્ધ નિવેદન આપી ચુક્યા છે અને સ્પષ્ટ કરી દીધુ હતું કે મધ્ય પ્રદેશમાં આવા કેસ સામે આવતા કડકાઇથી પગલા ભરવામાં આવશે અને જલ્દી દેશમાં લવ જેહાદ વિરૂદ્ધ કાયદો અમલી બનાવવામાં આવશે. શિવરાજ સિંહે અધિકારીઓને કાયદો તૈયાર કરવાના આદેશ આપ્યા હતા

(7:07 pm IST)