એલએલબી પાસ યુવતી ઉપર ગેંગરેપ: પોલીસે કોઇ પગલાં નહીં લેતા આ દીકરીએ અંતે જીવ આપી દીધો: હૈયું હચમચાવતી ઘટના
બુલંદશહર માં એક ભયંકર દુર્ઘટના સર્જાય છે. એલ.એલ.બી પાસ કરી ચૂકેલ એક યુવતી સાથે ગેંગરેપ થયો છે. બળાત્કારીઓ ઉપર રાબેતા મુજબ પોલીસ મહેરબાન રહી હતી અને કોઈ જ કાર્યવાહી કરી નહીં. બળાત્કારીઓ એટલા નિર્ભિક બની ગયા હતા કે ગેંગ-રેપની વીડિયો વાયરલ કરવાની પણ આ દીકરીને ધમકી આપી રહ્યા હતા. ભારત સમાચાર ટીવી ના ચીફ એડિટર બ્રિજેશ મિશ્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ અત્યંત દુઃખદ ઘટનાની વિગતો આપતા લખ્યું છે કે અંતે આ દીકરીએ આજે આત્મહત્યા કરી લીધી છે. આવી ઘટનાઓ આપણને વિચલિત કરી દે છે.
ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે મૃત્યુ પામનાર યુવતીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે ૧૬ ઓક્ટોબરે કમરૂદ્દીન નામના શખ્સે તેને મળવા બોલાવેલ. આ યુવતી પહોંચી તો કમરૂદ્દીન તેને તેના દોસ્તારો સાથે અજ્ઞાત સ્થળે ઉઠાવી ગયેલો અને ત્યાં ગેંગરેપ કર્યો હતો. ૨૪ ઓક્ટોબરે આ યુવતીએ એફઆઈઆર દાખલ કરાવી હતી પરંતુ વીસ દિવસ વિતવા છતાં પોલીસ દ્વારા આરોપીઓ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં થતાં નારાજ થઈને આ યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. યુવતી પણ કમરૂદ્દીનના ધર્મની જ હતી. સુસાઇડ નોટ ઉપરથી એવું લાગે છે કે કમરૂદ્દીનને તે જાણતી હતી. આ વારદાત પછી કમરૂદ્દીને તેની માફી પણ માગી લીધી હતી અને લગ્ન કરવાનો વાયદો પણ કર્યો હતો. પોલીસ તપાસ ચાલુ છે.