મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

'મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી' માટેની અમારી લડત ચાલુ છે : અનેક રાજ્યોમાં ચૂંટણીના પરિણામોમાં ઘાલમેલ થઇ છે : અમારી પાસે પુરાવાઓ છે : ચૂંટણીના પરિણામો બદલાશે : પરાજિત જાહેર થયેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના મહિલા એટર્ની સિડની પોવેલનો ચોંકાવનારો ઈન્ટરર્વ્યું

વોશિંગટન :  અમેરિકાના પ્રેસિડન્ટ  ડોનાલ્ડ ટ્રમ્પના મહિલા એટર્ની સિડની પોવેલે રવિવારે આપેલા એક ઇન્ટરવ્યૂમાં ચૂંટણી પરિણામોમાં ઘાલમેલ થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.તથા આ પરિણામોમાં ફેરફાર થશે તેમ જણાવ્યું હતું.

તેમણે  ઉમેર્યું હતું કે અનેક રાજ્યોમાં મત ગણતરીમાં ઘાલમેલ થઇ છે.તથા અનિયમિતતાઓ બહાર આવી છે.તેના અમારી પાસે પૂરતા પુરાવાઓ છે.અમુક તો 2016 ની સાલ પહેલાના પણ છે.જે અંતર્ગત જો બિડેનની ટીમના એક  સભ્ય, ખામીયુક્ત વોટિંગ સિસ્ટમ્સ ધરાવતી  સોફ્ટવેર કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં પણ છે.

પોવેલે જણાવ્યું હતું કે, સ્માર્ટમેટિક નામનું ડબ થયેલ સોફ્ટવેર મતદાનના પરિણામો બદલવાના એકમાત્ર હેતુ માટે બનાવવામાં આવ્યું છે.જે મુજબ ધાર્યા પરિણામો મેળવવા માટે કેટલા મતો બદલવાની જરૂર છે તે બાબત જાણી શકાય છે.પ્રેસિડન્ટ ટ્રમ્પના પર્સનલ એટર્ની રૂડી જીયુલાનીએ પણ જણાવ્યું હતું કે ચૂંટણી સિસ્ટમમાં ખામીને લગતા બધા પુરાવા બહાર આવશે. દરમિયાન, પોવેલે  ચૂંટણી સંબંધિત પ્રમાણપત્રો રજૂ કરવાની  સમયમર્યાદા પૂર્વે તમામ સંબંધિત એફિડેવિટ્સ અને છેતરપિંડીના પુરાવા જાહેર કરવાની આશા વ્યક્ત કરી હતી.

જોકે ડોમિનિયને તેના સોફ્ટવેર સાથે ચેડા કર્યા હોવાના દાવાને નકારી કાઢ્યો હતો, અને ઉમેર્યું હતું કે આ  ચૂંટણી “અમેરિકન ઇતિહાસની  સૌથી વધુ  સુરક્ષિત ચૂંટણી છે.તેવું oann દ્વારા જાણવા મળે છે.

(12:37 pm IST)