મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

ડિજિટલ ન્યૂઝ વેબસાઈટ અને અન્ય ડીઝીટલ પ્લેટફોર્મએ ઓનરશીપ પેટર્નની માહિતી સરકારને આપવી ફરજીયાત

સંસ્થામાં 26 ટકાથી વધુ FDI છે, તેમને ઓક્ટોબર 2021 સુધી વિદેશી રોકાણ ઘટાડી 26 ટકા સુધી કરવું પડશે

નવી દિલ્હી: ડિજીટલ ન્યૂઝ વેબસાઇટ અને બાકીના ડિજિટલ પ્લેટફોર્મ જે સમાચાર સંબંધિત કામ કરે છે અને જે સંસ્થામાં 26 ટકા સુધી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે તેમને હવે પોતાના ઓનરશિપ પેટર્નની જાણકારી માહિતી પ્રસારણ મંત્રાલયને આપવી પડશે. સાથે જ એવી સંસ્થા જેમાં 26 ટકાથી વધુ FDI છે, તેમને ઓક્ટોબર 2021 સુધી પોતાનો વિદેશી રોકાણ ઘટાડી 26 ટકા સુધી કરવું પડશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે 16 નવેમ્બરે જણાવ્યું કે જે પણ સંસ્થા ડિજિટલ માધ્યમો દ્વારા ન્યૂઝ, કરન્ટ અફેર્સ સ્ટ્રીમ અથવા અપલોડિંગનું કામ કરે છે. તેમને આ નવા આદેશોનું પાલન કરવું પડશે.

નવી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે એવી સંસ્થા જેમાં 26 ટકાથી ઓછું વિદેશી રોકાણ છે તેઓને આ અંગેની જાણકારી માહિતી અને પ્રસારણ મંત્રાલયને એક મહિનાની અંદર આપી શકે છે. તે સિવાય સંસ્થાને કંપની સંબંધિત જાણકારી, કંપનીનું નામ, શેરહોલ્ડિંગ પેટર્ન સાથે-સાથે કંપનીના ડાયરેક્ટર્સ અને શેરહોલ્ડર્સના નામ પણ આપવા પડશે.

એફડીઆઈ પોલિસી, ફોરેન એક્સેચેન્જ મેનેજમેન્ટ રૂલ્સ 2019 હેઠળ પહેલાથી પ્રાઇસિંગ, દસ્તાવેજ અને બાકીની જરૂરી માહિતી આપવી પડતી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે કંપનીના PAN અકાઉન્ટની પણ માંગ કરી છે. તે સિવાય કંપનીનો નફો અને ખોટની બેલેન્શીટની પણ જાણકારી માંગી છે, જેમાં ઓડિટરની રિપોર્ટ પણ સામેલ હોવી જરૂરી છે.

(12:00 am IST)