મુખ્ય સમાચાર
News of Tuesday, 17th November 2020

ખેલદિલીપૂર્વક હાર સ્વીકારી લ્યો : હવે પરિણામોમાં ફેરફારની કોઈ શક્યતા નથી : ડોનાલ્ડ ટ્રમ્પને પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાની સલાહ

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાઈ ગયેલી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો બીજી ટર્મમાં પરાજય થયો છે.પરંતુ મત ગણતરીમાં ગોલમાલના આક્ષેપો સાથે ટ્રમ્પ હજુ સુધી પરાજય સ્વીકારી રહ્યા નથી.તેમણે દેશની જુદી જુદી કોર્ટોમાં કેસ પણ દાખલ કર્યા છે.પરંતુ હજુ સુધી તેઓ સફળ થઇ શક્યા નથી.

આ સંજોગો વચ્ચે અમેરિકાના પૂર્વ ડેમોક્રેટિક  પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ટ્રમ્પને સલાહ આપતા જણાવ્યું છે કે હવે ખેલદિલીપૂર્વક હાર સ્વીકારી લ્યો . હવે પરિણામોમાં ફેરફારની કોઈ શક્યતા નથી  .

તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ટ્રમ્પએ હવે વ્હાઇટ હાઉસનો કબ્જો છોડી દેવો જોઈએ . હકીકતમાં તો પરિણામ આવી ગયા પછી એક કે બે દિવસમાં જ તેમણે સત્તા સોંપી દેવી જોઈતી હતી.પરંતુ તેઓ સત્તા છોડવાને બદલે ખુરસી ઉપર ચીટકી રહ્યા છે.

(9:03 am IST)