મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ પ્રવિણ વર્ગીસની હત્યા કરવા બદલ જયુરીએ ગુનેગાર ઠરાવેલ આરોપીને કોર્ટએ જામીન મુકત કરી દીધોઃ જયુરીના નિર્ણયને ફગાવી દેતી ઇલિનોઇસ સ્ટેટની સૌપ્રથમ ઘટનાથી કુટુંબીજનોને ઘેરો આઘાત

ઇલિનોઇસ :  અમેરિકામાં ર૦૧૪ ની સાલમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ પ્રવિણ વર્ગીસની હત્યા કરવાના આરોપસર  જયુરીએ ગુનેગાર ઠરાવેલા યુવાન ઉપરનો આરોપ ઇલિનોઇસ કોર્ટએ ફગાવી દીધો છે. તથા ફરીથી ટ્રાયલનો હુકમ કર્યો છે. ત્યાં સુધી આરોપીને જામીન ઉપર મુકત કરાયો છે.

સ્ટેટની ઐતિહાસિક ઘટના સવાન કોર્ટનો આ નિર્ણય જયુરીના નિર્ણયને ફગાવી દેનારો હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. જે માટે દાવાની વાકય રચના ભૂલભરેલી હોવાનું કારણ  માનવામાં આવે છે. આ બાબતના સ્વ. પ્રવિણના પરિવાર તથા સમર્થકોમાં ઘેરા પડઘા પડયા છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)