મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

અંબાણી પરિવારમાં લગ્નનું સેલીબ્રેશન શરૂઃ ઇશા-નીતા અંબાણી રાસ-ગરબા માટે તૈયારી કરી રહ્યા છે

નવી દિલ્હીઃ આ વર્ષની સૌથી રોયલ અને મોસ્ટ એવેઈટેડ વેડિંગમાંથી એક મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીની દીકરી ઈશા અંબાણીના 12મી ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે લગ્ન થવાના છે. જોકે અંબાણી પરિવારમાં અત્યારથી જ લગ્નનું સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. ઈન્ટરનેટ પર વાઈરલ કેટલીક તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં ઘરના સદસ્યો ગુજરાતી આઉટફિટમાં જોવા મળ્યા.

હાલમાં જ મેક-અપ આર્ટિસ્ટ માઈકી કોન્ટ્રાકટ્રે નીતા અંબાણીનો ચણીયાચોળીમાં તૈયાર થયેલો લૂકની ફોટો શેર કર્યો છે. અંબાણી પરિવારમાં ડાંડિયા ફેસ્ટથી લગ્નના સેલિબ્રેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાસ-ગરબા માટે ઈશા અંબાણી પર ખાસ ડિઝાઈનર આઉટફીટમાં જોવા મળી હતી.

શુક્રવારે રાત્રે થયેલા આ સમારોહમાં ઈશાએ પોતાના દાદી કોકિલાબેન અંબાણીનો આશીર્વાદ લીધો. આ દરમિયાન રાસ-ગરબાનું આયોજન પણ કરાયું હતું. ઈશા અંબાણી સુંદર ડિઝાઈનર આઉટફીટમાં જોવા મળી હતી.

નીતા અંબાણી પર ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ બ્યૂટીફૂલ લાગી રહ્યા હતા. શુક્રવારે રાતથી જ વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. હવે એક બાદ એક લગ્નની સેરેમની યોજાશે.

જણાવી દઈએ કે લગ્ન બાદ ઈશા અને તેના ભાવિ પતિ આનંદ પીરામલ મુંબઈના વર્લીમાં સી ફેસિંગ એક એપાર્ટમેન્ટમાં પોતાનું ઘર બનાવશે. બંને લગ્ન બાદ મુંબઈના ગુલિટા બંગલામાં શિફ્ટ થશે. આ બંગલો અંબાણીના એન્તિલિયાની જેમ જ આલિશાન અને ભવ્ય હશે.

(6:31 pm IST)