મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

આજે એન્જિન વિનાની 'ટ્રેન 18'નું પહેલું ટ્રાયલ થશે: 150 કિમીની ઝડપે દોડશે

બરોલી-મુરાદાબાદ સેક્શન પર સ્ટેન્ડર્સ રેલવે ટ્રેક પર પહેલું ટ્રાયલ

નવી દિલ્હીઃ એન્જિન વિના ચાલટી 'ટ્રેન 18'નું પહેલું ટ્રાયલ રન આજે મુરાદાબાદમાં કરવામાં આવશે.સુવિધાઓથી સજજ દેશની સૌથી તેજ ચાલતી ટ્રેન 18નું બરોલી-મુરાદાબાદ સેક્શન પર સ્ટેન્ડર્સ રેલવે ટ્રેક પર પહેલું ટ્રાયલ હશે. આના માટે ટ્રેનની સાથોસાથ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનની ટીમ પણ મુરાદા પહોંચી ગઈ છે.ટ્રેન 18 દેશની પહેલી એન્જિન વિનાની ટ્રેન છે અને સૌથી વધુ ઝડપે ચાલતી ટ્રેન છે.

 
ટ્રેન 18ને મુરાદાબાદ-બરેલી સેક્શન પર 150 કિમી પ્રતિ કલાકની સ્પીડમાં પહેલા ટ્રાયલ માટે લાવવામાં આવશે. 150 કિમી પ્રતિ કલાકની સ્પિડે ટ્રાયલ બાદ કોટા અને સવાઈ મધોપૂર વચ્ચે ટ્રેનનું 160 કિમી પ્રતિ કલાકની રફતારનું ફાઈનલ ટ્રાયલ કરવામાં આવસે. ટ્રેન 18 પોતાની પહેલી સફર દિલ્હી-ભોપાલ વચ્ચે સર કરશે.

(12:46 pm IST)