મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

સાઉદી પ્રિન્સ સલમાને કરાવી પત્રકાર જમાલ ખગોશીની હત્યા

સીઆઈએનો સનસનીખેજ ધડાકો

વોશિંગ્ટન, તા. ૧૭ :. અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએ એ પત્રકાર જમાલ ખગોશીની હત્યા પાછળ સાઉદી અરેબીયાના ક્રાઉન પ્રીન્સ મહમદ બીન સલમાનનો હાથ ગણાવ્યો છે. અમેરીકી મિડીયાએ આવો રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે.

ખગોશીને લઈને અમેરિકાએ નવો ધડાકો કર્યો છે. સીઆઈએ એ એવુ અનુમાન મુકયુ છે કે પ્રીન્સે જ વરિષ્ઠ પત્રકાર જમાલની હત્યાનો આદેશ આપ્યો હતો. આ બારામાં સીઆઈએ એ પોતાનો તપાસ રીપોર્ટ સોંપ્યો છે. સાઉદી સરકારે અગાઉ કહ્યુ હતુ કે, પ્રીન્સનો આ ઘટનામાં કોઈ હાથ નથી.

વોશિંગ્ટન પોસ્ટે સીઆઈએને ટાંકીને લખ્યુ છે કે તેણે પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનો બાદ આ તારણ કાઢયુ છે. પ્રીન્સના ભાઈ ખાલીદ અને ખગોશી વચ્ચે ફોન પર થયેલ વાતચીતની પણ તપાસ કરવામાં આવી છે. ખાલીદ અમેરિકામાં સાઉદી રાજદૂત છે.

રીપોર્ટ અનુસાર ખાલીદે જ ખગોશીને ફોન પર કહ્યુ હતુ કે તે ઈસ્તંબુલ સ્થિત સાઉદી દુતાવાસ જાય અને લગ્ન અંગેના દસ્તાવેજી કામકાજ પતાવે. ખાલીદે સુરક્ષાનું વચન પણ આપ્યુ હતું. સૂત્રોના કહેવા મુજબ ખાલીદે પ્રીન્સના નિર્દેશ પર ખગોશીને ફોન કર્યો હતો.

વોશિંગ્ટન પોસ્ટે લખ્યુ છે કે સાઉદી સરકારના ૧૫ એજન્ટ સરકારી વિમાનથી ઈસ્તંબુલ ગયા હતા અને સાઉદી કોન્સ્યુલેટમાં ખગોશીની હત્યાનો અંજામ આપ્યો હતો.

(7:55 pm IST)