મુખ્ય સમાચાર
News of Saturday, 17th November 2018

પીએમ મોદી વિરુદ્ધ વિવાદી ટિપ્પણી મામલે શશી થરૂરની વધશે મુશ્કેલી ;બદનક્ષીનો કેસ કોર્ટે સ્વીકાર્યો :22મી ડિસેમ્બરે સુનાવણી

નવી દિલ્હી :કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન શશી થરુરની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. થરુર સામે ફોજદારી બદનક્ષીનો કેસ કોર્ટે સ્વીકારી લીધો છે.અને આગામી 22મી ડિસેમ્બરે આગામી સુનાવણી થવાની છે

 . અરજદાર રાજીવ બબ્બરની અરજીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ધ્યાન પર લેતા આના સંદર્ભે સુનાવણીના નિર્દેશ આપ્યા છે. આગામી સુનાવણીમાં રાજીવ બબ્બરે ફરિયાદની સાક્ષીની યાદી કોર્ટને સુપ્રદ કરવી પડશે.

કોંગ્રેસના નેતા શશી થરુર દ્વારા વડાપ્રધાન મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટીપ્પણી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફોજદારી બદનક્ષીની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. દિલ્હી ભાજપના નેતા રાજીવ બબ્બરે પોતાની અરજીમાં પટિયાલા હાઉસ કોર્ટને કહ્યુ છે કે થરુરના સંબંધિત નિવેદનને કારણે ભાજપના કાર્યકર્તાઓ, આરએસએસના સ્વયંસેવકો અને પીએમ મોદીના ટેકેદારોને મોટો આંચકો લાગ્યો છે.

 

(12:00 am IST)