મુખ્ય સમાચાર
News of Sunday, 17th October 2021

નવજોત સિંહ સિદ્ધૂ એ એજન્ડા રજૂ કરી સોનિયા ગાંધી પાસે મળવાનો સમય માગ્યો

નવજોત સિંહ સિદ્ધૂ એ રાજીનામું પાછું ખેંચતા પંજાબ કોંગ્રેસનું ઘર્ષણ ટળ્યું : નવજોત સિંહ સિદ્ધૂ એ સોનિયાગાંધીને પત્ર મોકલ્યો હતો પરંતુ મળવાનો સમય ન મળતાં પત્ર સોશિયલ મીડિયા પર મૂકી દીધો

નવી દિલ્હી, તા.૧૭ :  પંજાબમાં પ્રદેશ કોંગ્રેસ કમિટી (પીસીસી) ના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ ક્યારે કયો નિર્ણય લઇ લે તેનો અંદાજો લગાવવો આસાન નથી. ઘણા દિવસથી નારાજગી એટલે રિસાવવું મનાવવું અને વેટ એન્ડ વોચ જેવા અનુમાનો વચ્ચે જ્યારે સમાચાર આવ્યા કે સિદ્ધૂ પંજાબના અધ્યક્ષ પદ પર બનેલા રહેશે. તો માનવામાં આવે છે કે હવે પંજાબ કોંગ્રેસમાં ઘમાસાણ અટકી ગયું છે. પરંતુ એવું કંઇ લાગતું નથી કારણ કે તેમણે ફરી એકવાર પાર્ટીની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો છે.

તાજા અપડેટ અનુસાર સિદ્ધૂએ પાર્ટી અધ્યક્ષના નામે લખેલા પત્રને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. જેના ૧૩ સૂત્રીય એજન્ડાને તેમણે આગામી વિધાનસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં સામેલ કરવાની માંગ કરી છે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે નવજોત સિંહ સિદ્ધૂએ ૧૫ ઓક્ટોબરે જ આ પત્ર સોનિયા ગાંધીને મોકલી દીધો છે અને તેમની સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. પરંતુ અત્યાર સુધી સમય ન મળવાના કારણે તેમણે પત્ર મીડિયામાં જાહેર કરી દીધો છે.

તાજેતરમાં જ સોનિયા ગાંધીએ પાર્ટી નેતાઓને બે ટૂક કહ્યા હતા કે મીડિયા અથવા સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાત રાખવાના બદલે સીધી તેમની સાથે મુલાકાત કરવામાં આવે. અત્યારે તે આદેશના ૨૪ કલાક પણ વિત્યા નથી કે સિદ્ધૂએ તે આદેશનું ઉલ્લંઘ કરતાં પોતાની વાત સાર્વજનિક કરી દીધી.

આ પત્રમાં નવજોત સિંહ સિદ્ધૂએ લખ્યું 'દાયકાઓ પહેલાં પંજાબ (ઁેહદ્ઘટ્ઠહ્વ) સૌથી અમીર રાજ્ય હતું અને આજે સૌથી દેવાદાર પ્રદેશ બની ગયો છે. સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી પાયાગત જરૂરિયાતોને પુરી કરવા માટે પણ દર વર્ષે લોન લેવી પડી રહી છે. પંજાબમાં એક લાખથી વધુ સરકારી પદ ખાલી છે. રાજ્યના શિક્ષકોને ૪ વર્ષ પહેલાં મિનિમ વેજેસ પર કામ કરવું પડી રહ્યું છે. છઠ્ઠા પગાર પંચને પણ ૫ વર્ષ મોડું લાગૂ કરવામાં આવી રહ્યું છે.

(8:49 pm IST)