મુખ્ય સમાચાર
News of Sunday, 17th October 2021

સિંધુ બોર્ડર પર યુવકની નિર્દય હત્યા કેસમાં ત્રણેય આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજુર

ત્રણેય આરોપીઓએ જજ સામે કબૂલાત કરી કે તેઓએ લખબીર સિંહની હત્યા કરી

નવી દિલ્હી :  દિલ્હી-હરિયાણાની સિંઘુ બોર્ડર પર એક યુવકની નિર્દય હત્યાના કેસમાં સોનીપત પોલીસે આજે નિહાંગ નારાયણ સિંહ, ભગવંત સિંહ અને ગોવિંદ પ્રીત સિંહને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. સોનીપત ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ નારાયણ સિંહ, ભગવંત સિંહ અને ગોવિંદ પ્રીત સિંહને આજે બપોરે કોર્ટમાં લઈ ગયા હતા. સિંઘુ પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના મંચ પાસે શુક્રવારે લખબીર સિંહ નામની વ્યક્તિની ઘાતકી હત્યાના કરવામાં આવી હતી.

 

આ દરમિયાન પોલીસે તેને સિવિલ જજ જુનિયર ડિવિઝન કિમી સિંગલાની કોર્ટમાં રજૂ કરતાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે માત્ર 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે જજે કહ્યું છે કે દરરોજ ત્રણેય આરોપીઓના મેડિકલ ચેકઅપ સાથે ડીડી એન્ટ્રી થશે

 

કોર્ટમાં હાજર થયા દરમિયાન ત્રણેય આરોપીઓએ જજ સામે કબૂલાત કરી કે તેઓએ લખબીર સિંહની હત્યા કરી છે. આ દરમિયાન ઓરાપી નિહાંગ નારાયણ સિંહે કહ્યું કે મેં પગ કાપી નાખ્યો હતો, ત્યારબાદ ભગવંત સિંહ અને ગોવિંદ સિંહે તેને ફાંસી આપી હતી.

(5:53 pm IST)