મુખ્ય સમાચાર
News of Sunday, 17th October 2021

દેશમાં સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધાતા હવે લોકો વળ્યા CNG કાર તરફ

CNGની કારના વેચાણ સતત વૃધ્‍ધિ થઇ રહી છે

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઇ રહેલા વધારાને કારણે હવે ગ્રાહકોનો ઝુકાવ CNG તરફ વધ્યો છે. જોવામા આવે તો છેલ્લા છ મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 14થી 15 રૂપિયાનો વધારો થયો છે. 1 એપ્રિલ સુધી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 87 રૂપિયા હતા જે હવે 102 રૂપિયા પતિ લિટરને પાર પહોંચી ગયો છે. જો કે હવે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થતા લોકો હવે સસ્તા ઈંધણ તરીકે CNG પર કારોની પસંદગી કરી રહ્યા છે.

જો વાત કરવામાં આવે તો તહેવારોની સિઝનમાં CNGમાં થયેલા વેચાણ અને બુકિંગમાં 30થી 35 ટકા હિસ્સો કંપની ફિટેડ CNG કારનો છે.જે પહેલા માત્ર 10 ટકા જ રહેતો હતો તેમાં હવે વધારો થયો છે જોકે કંપની ફિટેડ CNG કાર માર્કેટમાં મારુતિ સુઝુકીનો મોટો હિસ્સો હોવાનું મનાય છે.
કોરોના કાળ બાદ કારોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે જેમાં અમદાવાદ જેવા શહેરમાં મારુતિની કુલ 10 હજાર કાર વેચાઇ છે જેમાંથી 3 હજાર CNG કારનું વેચાણ માઈ રહ્યું છે આ સાથે જ ઇલેક્ટ્રીક કાર પર પણ ઝુકાવ વધી રહ્યો છે, અહેવાલ મુજબ ટાટામાં થયેલા કુલ બુકિંગમાં 30 ટકા હિસ્સો ઇલેક્ટ્રીક કારનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદમાં CNGના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા એક સપ્તાહમાં 5.19 રૂપિયા CNGના ભાવ વધારો થયો છે પેટ્રોલ- ડીઝલ બાદ CNGમાં ભાવ વધતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સતત ભાવ વધતા ભાવનો કારણે રિક્ષા ચાલકો તેમજ CNG વાહન ચાલકો પણ ચિંતામાં મુકાયા છે. એકતફર CNG ભાવ વધતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(3:23 pm IST)