અમેરિકાના પ્રમુખ જો બાઈડેન કનેક્ટિકટમાં ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા
કનેક્ટિકટના ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત વખતે બાળકોને મળવા માટે બાઈડેને પ્રોટોકોલ તોડયો
અમેરિકાના પ્રમુખ જો બાઈડેન કનેક્ટિકટમાં આવેલા ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. પ્રમુખ જો બાઈડેને ચૂંટણી એજન્ડામાં ચાઈલ્ડ કેર માટેની યોજનાઓનો વાયદો કર્યો હતો. એ દિશામાં તેમણે કેટલીક નવી યોજનાઓ શરૃ કરી છે. ચાઈલ્ડ કેર માટે બાઈડેન સરકારે અલગથી ફંડ ફાળવ્યું છે. તે મુદ્દે તેમણે કેમ્પેઈન શરૃ કર્યું હતું. કનેક્ટિકટના ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત વખતે બાળકોને મળવા માટે બાઈડેને પ્રોટોકોલ તોડી નાખ્યો હતો. સિક્યુરિટી અધિકારીઓના સુરક્ષા કવચમાંથી બહાર નીકળીને તેમણે બાળકોને તેડી લીધા હતા. બાળકો પણ તેમને મળવા તુરંત તોડી આવ્યા હતા. બાઈડેને હોદ્દાની પરવાહ કર્યા વગર અને કપડાં ખરાબ થશે તેની ચિંતા કર્યા વગર ઘૂંટણથી વળીને બાળકો સાથે થોડીવાર ધમાલ-મસ્તી કરી હતી.