મુખ્ય સમાચાર
News of Thursday, 17th October 2019

અયોધ્યા બાદ કાશી અને મથુરાના મંદિરો કરાવીશું મુક્ત

અયોધ્યા વિવાદના અંત બાદ શરૂ થશે મુક્તિ અભિયાન: અખાડા પરિષદ

નવી દિલ્હી : અખિલ ભારતીય અખાડા પરિષદે અયોધ્યા મામલાના સમાધાન થયા બાદ કાશી અને મથુરાના મંદિરોને મુક્ત કરવા માટે અભિયાનની જાહેરાત કરી છે. મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યું કે, કાશી અને મથુરાને મુક્ત કરાવવાની માંગ ઘણા સમયથી થઇ રહી છે.

  અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યું કે, મસ્જિદોના નિર્માણ માટે કાશી અને મથુરામાં મંદિરોને ધ્વસ્ત કરવામાં આવ્યા. અમે આ મુ્દ્દાને ઉઠાવીશું અને સુનિશ્ચિત કરીશું કે આ સ્થળો પર ભવ્ય મંદિર બનાવવામાં આવે. દેશભરમાં મંદિર મુક્તિ અભિયાન હાથ ધરાશે. અયોધ્યા વિવાદનો અંત આવ્યા બાદ મંદિર મુક્તિ અભિયાન હાથ ધરાશે. કેન્દ્ર અને રાજ્યમાં હિન્દુ સરકારો છે એટલા માટે આનાથી ઉત્તમ સમય ન હોય શકે.

  તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે અયોધ્યામાં કોર્ટનો નિર્ણય રામ મંદિરના પક્ષમાં હશે. મુસ્લિમ પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા વકીલોનો વ્યવહારમાં હતાશા સ્પષ્ટ જોવા મળી હતી.

  મહંતે મુસ્લિમોને રાષ્ટ્ર હિતમાં કાશી અને મથુરા પર દાવા છોડવા માટે કહ્યું. તેમણે કહ્યું કે, મુસ્લિમોએ આ બે સ્થાનો પર ભવ્ય મંદિરોના નિર્માણનું સમર્થન કરવું જોઇએ

(9:33 pm IST)