મુખ્ય સમાચાર
News of Thursday, 17th October 2019

'કલ્કી ભગવાન'ના આશ્રમે ITના દરોડા

નવી દિલ્હી, તા.૧૭: આંધ્ર પ્રદેશના ચિત્ત્।ૂરમાં પોતાને વિષ્ણુનો અવતાર ગણાવતા 'કલ્કી ભગવાન'ના આશ્રમમાં ઈન્કમ ટેકસ વિભાગે બુધવારે દરોડા પાડ્યા હતા. આ સાથે જ ચેન્નઈમાં 'કલ્કી ભગવાન'ના દીકરાના બિઝનેસ પાર્ટનરના ત્યાં પણ ITએ સપાટો બોલાવ્યો હતો. ITના અધિકારીએ જણાવ્યું હતું કે 'કલ્કી ભગવાન'ના ૪૦ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે, તેમાંથી અડધા સ્થળો ચેન્નઈમાં છે. તમિલનાડુ બોર્ડર નજીક ચિત્ત્।ૂરમાં આવેલા ધાર્મિક ગુરુના આશ્રમમાં પણ તપાસ કરાઈ રહી છે.

આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૭૦ વર્ષના ગોડમેન કહેવાતા 'કલ્કી ભગવાન'ના પુત્ર ક્રિષ્નાએ પોતાના બિઝનેસ સહયોગીઓની કંપનીઓમાં મોટા પાયે રોકાણ કરેલું છે. ગુપ્તચરો દ્વારા મળેલી બાતમીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. અમને શંકા છે કે, આ કંપનીઓમાં મોટાપાયે આર્થિક ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે. તેમના આશ્રમમાં સામાન્ય દર્શન માટે ૫૦૦૦ રૂપિયા જયારે સ્પેશિયલ દર્શન માટે ૨૫૦૦૦ રૂપિયા લેવામાં આવે છે.પોતાને કલ્કી અવતાર ગણાવતાં 'કલ્કી ભગવાન'ના તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં મોટી સંખ્યામાં આશ્રમો આવેલા છે. તેમના તાત્કાલિક નિર્વાણના દાવાઓ બાદ ભકતોની સંખ્યામાં મોટો વધારો થયો હતો. આજે તેમના ભકતોમાં મોટી સંખ્યામાં અમીર ભારતીયો અને NRIનો સમાવેશ થાય છે.

હાલમાં 'કલ્કી ભગવાન' તરીકે જાણીતા વિજયકુમાર નાયડુ ભારતીય જીવન વીમા યોજનામાં કલાર્ક તરીકે ફરજ બજવતા હતા. તેમણે નોકરી છોડીને રાજુપેટા ખાતે વૈકલ્પિક શિક્ષણ આપતી એક શિક્ષણ સંસ્થા શરૂ કરી હતી. પરંતુ તેમનું આ સાહસ સફળ ન થતાં ૧૯૮૯માં તેઓ ગુપ્તવાસમાં ચાલ્યા ગયાં હતાં. પાછળથી તેઓ ચિત્ત્।રુ જિલ્લામાં કલ્કી ભગવાનનું નામ ધારણ કરી બહાર આવ્યા હતા. તેમનો દાવો છે કે તે પોતે ભગવાન વિષ્ણુનો ૧૦મો અવતાર કલ્કી છે. જયારે તેમની પત્ની લક્ષ્મીનો અવતાર છે.

(3:51 pm IST)