મુખ્ય સમાચાર
News of Thursday, 17th October 2019

આતંકીઓએ કાશ્મીર બહારના લોકોની હત્યા કરવાનું શરૂ કર્યું

રાજસ્થાનના ટ્રક ડ્રાઇવરની હત્યા પછી હવે છત્તીસગઢના મજુરને ઠાર માર્યોઃ લોકોમાં આ ઘટનાથી ભારે રોષ

શ્રીનગરઃ જમ્મુ- કાશ્મીરમાં આતંકવાદીઓએ બહારથી આવેલા લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.

પહેલા રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અને હવે છત્ત્।ીસગઢનો મજૂર આતંકીઓનો ભોગ બન્યો છે.

આતંકવાદીઓએ પુલવામામાં છત્ત્।ીસગઢમાંથી કામ માટે આવેલા એક મજૂરને ઠાર માર્યો હતો. મૃતક મજૂરની ઓળખાણ શેઠી કુમાર તરીકે થઈ છે જે ઈટોના ભટ્ઠામાં કામ કરતો હતો.

 પોલીસે કહ્યું કે, આ ઘટનાને કારણે લોકોમાં દ્યણો ગુસ્સો છે. આતંકીઓ  ઈટોના ભઠ્ઠા પર આવી ચડયા હતા અને મજૂરને ગોળીથી ઠાર માર્યો હતો.

આ પુર્વે સોમવારે રાત્રે ૮ કલાકે એક શકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીએ રાજસ્થાનના ટ્રક ડ્રાઇવર પર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. તેણે શોપિયા જિલ્લાના એક સફરજનની વાડોના માલિક પર પણ હુમલો કર્યો હતો. મૃતક ટૂકડ્ૂાઇ વરની ઓળખ શરીફ ખાન તરીકે કરાઈ હતી. કાશ્મીર ખીણમાં ફળફળાદિના પરિવહનમા થઈ રહેલા વધારાથી હતાશ થઈ રહેલા આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો. તેમ મનાય છે.

દરમિયાનમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે એવું જણાવ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબદુલ્લાની પુત્રી સાફિયા હાલમા પોલીસ કસ્ટડીમાં છે. સાફ્યા પર ૩૭૦ની વિરુદ્ઘમા દેખાવમા સામેલ થવાનો આરોપ છે. સાફ્યા સહિતની કેટલીક મહિલાઓએ મંગળવારે શ્રીનગરમાં દેખાવ કર્યો હતો અને તેથી પોલીસે તેમની અટકાયત કરી હતી.

(11:35 am IST)