મુખ્ય સમાચાર
News of Thursday, 17th October 2019

સુન્ની વકફ બોર્ડ સરકારને જમીન આપીને બીજા સ્થળે મસ્જિદ બનાવવા તૈયાર હોવાના અહેવાલ

મધ્યસ્થતા પેનલે પણ પોતાની રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધો

નવી દિલ્હી ; અયોધ્યા મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ ચાલ્યા બાદ પૂર્ણ થઇ છે. સુપ્રીમ કોર્ટ નવેમ્બરમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર નિર્ણય સંભળાવશે. આંતરિક સૂત્રો મુજબ મધ્યસ્થતા પેનલે પણ પોતાની રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધી છે. તેમા એક મોટા સમાચાર સામે આવ્યા છે કે સુન્ની વકફ બોર્ડ સરકારને જમીન આપવા તૈયાર થયું છે. સાથે જ વકફ બોર્ડ બીજી જગ્યાએ મસ્જિદ બનાવવા પણ તૈયાર છે.

 અત્રે  ઉલ્લેખનીય છે કે આ પહેલા CJI રંજન ગોગોઇની આગેવાની વાળી પાંચ જજોની બેન્ચે આ મામલામાં 40 દિવસ સુધી સુનાવણી કર્યા બાદ દલીલ પૂર્ણ કરી લીધી. બેન્ચે અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં સંબંધિત પક્ષોને 'મોલ્ડિંગ ઓફ રિલીફ' (રાહતમાં બદલાવ) ના મુદ્દા પર લેખિત દલીલ દાખલ કરવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે.

 

(12:00 am IST)