મુખ્ય સમાચાર
News of Wednesday, 17th October 2018

ડિજિટલ સાધનોનાં લીધે વૈશ્વિક શાંતિને ખતરો પેદા થઈ શકે છે: સુમિત્રા મહાજન

નવી દિલ્હી :લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું છે કે તકનીક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે નોકરીઓમાં ઘટાડો એક મોટો પડકાર છે. આના સંદર્ભે ચર્ચા થવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આનો કોઈ ઉકેલ લાવવો જોઈએ.

 જિનેવામાં આંતર-સંસદીય સંઘના 139મા સત્રમાં સંબોધન કરતા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યુ છે કે ડિજિટલ સાધનોનાં લીધે વૈશ્વિક શાંતિને ખતરો પેદા થઈ શકે છે.

(11:19 pm IST)