મુખ્ય સમાચાર
News of Wednesday, 17th October 2018

રશિયામાં બૉમ્બ બ્લાસ્ટમાં 18 લોકોના મોત :50થી વધુ ઘાયલ

પૂર્વી ક્રીમિયાનાં કેર્ચદિવસ દ્વારા બ્લાસ્ટ કરાયો :આતંકીઓનો હાથ હોવાની આશંકા

રશિયામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. ક્રીમિયા સ્થિત ટેક્નિકલ કોલેજમાં થયેલા લાસ્ટમાં 18 લોકોનાં મોત થયાં છે.જયારે 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું બતાવવામાં આવી રહેલ છે. આ ઘટનામાં આતંકીઓનો હાથ હોવાની આશંકા સેવવામાં આવી રહેલ છે. મળતી જાણકારી અનુસાર હુમલાખોરોએ કોલેજમાં ગોળીબારી કરી છે.

મળતા સમાચાર અનુસાર પૂર્વી ક્રીમિયાનાં કેર્ચ શહેરમાં સ્થિત કોલેજમાં અજ્ઞાત વિસ્ફોટક ડિવાઇસ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવેલ છે. આ વિસ્ફોટ માટે ગેસનો ઉપયોગ કરવામાં આવેલ છે. આ વિસ્ફોટક ડિવાઇસ દેશી રીતે બનાવવામાં આવેલ છે. રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં પ્રવક્તા દિમિત્રી પેસકોવેએ આ મામલાને આતંકી હુમલા સાથે જોડાયેલ હોવાની આશંકા સેવવામાં આવી રહેલ છે.

ક્રીમિયા કોલેજનાં ડાયરેક્ટર ઓલ્ગા ગ્રેબ્નિકોવાએ જણાવ્યું કે હથિયારો સાથે એક વ્યક્તિ કોલેજમાં ઘૂસી હતી. શખ્સે કૈફેટેરિયામાં વિસ્ફોટક રાખ્યો અને બહાર જઇને ફાયરિંગ કરવા લાગ્યો. ત્યાં એક વ્યક્તિ રાઇફલથી લોકોને ગોળી મારી રહ્યો હતો. થોડા જ સમયમાં ત્યાં લાશો જ લાશો જોવા મળી અને જમીન ખૂનથી લથપથ થઇ ગઇ.

(10:16 pm IST)