મુખ્ય સમાચાર
News of Tuesday, 16th October 2018

પીએમ મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ઉદ્ઘાટન કરવા માટે સી પ્લેનમાં આવે તેવી સંભાવના

મુખ્યમંત્રી રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓએ સંભવિત સ્થળનું નિરિક્ષણ કર્યું

 

નર્મદાઃ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેકટ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના લોકાર્પણ કાર્યક્રમને ગણતરીના દિવસો બાકી છે. લોકાર્પણ કાર્યક્રમના આયોજનમાં ફેરફાર કરાયા બાદ હવે પીએમ મોદી સી પ્લેન દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરવા આવે તેવી સંભાવના છે સરદાર સરોવરમાં સીપ્લેન મારફતે વડાપ્રધાનના ઉતરાણ કરવાની શક્યતા ચકાસવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સરદાર સરોવર ખાતે નિરીક્ષણ કરાયું હતું 

 મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, અગ્રસચિવ કે.કૈલાશનાથન, મહેસુલ અગ્રસચિવ પંકજ કુમાર અને IGP અભય ચુડાસમા સહિતના અધિકારીઓએ સરદાર સરોવર ડેમ અને સરદાર સરોવરના તળાવ નં-3ની મુલાકાત લીધી હતી અને સી પ્લેન ઉતારવા અંગેની સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

   સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીના સી પ્લેનને સરદાર સરોવરમાં અથવા તો સરદાર સરોવરના તળાવ નંબર-3માં ઉતારવાની સંભાવના ચકાસવામાં આવી હતી અને સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે તંત્ર સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી. જો પીએમ મોદીને સી પ્લેન દ્વારા લાવવાનું નક્કી કરવામાં આવશે તો યુદ્ધના ધોરણે સરદાર સરોવરમાં પ્લેટફોર્મ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. 

(12:51 am IST)