મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

સેન્સેક્સ ૫૯ હજારને પાર, નિફ્ટી ૧૭૬૦૦ નીચે આવ્યો

ભારતીય શેર બજાર ગિરાવટ સાથે બંધ થયું : સેન્સેક્સમાં સપ્તાહના છેલ્લા કારોબાર દિવસે ૧૨૫ પોઈન્ટનું અને નિફ્ટીમાં ૪૪ પોઈન્ટનું ગાબડું પડ્યું

મુંબઈ, તા.૧૭ : આજે સપ્તાહના છેલ્લા કારોબાર દિવસ એટલે કે શુક્રવારે શેર બજાર લાલ નિશાન પર બંધ થયું આજે કારોબાર દરમિયાન બજારે નવો રેકોર્ડ બનાવ્યો પરંતુ અંત સુધી એ જળવાયો નહતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુક્ય ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૨૫.૨૭ પોઈન્ટની ગિરાવટ સાથે ૫૯,૦૧૫.૮૯ના સ્તરે બંધ થયો. તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૪.૩૫ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૭,૫૮૫.૧૫ના સ્તરે બંધ થયો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ૧૭,૭૯૨.૯૫ના લાઈફટાઈમ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ કર્યો. આજના મુખ્ય શેરોમાં ભારતી એરટેલ, કોટક બેક્ન, એચડીએફસી બેક્ન અને મારુતિના શેર લીલા નિશાન પર બંધ થયા. તો વળી ટાટા સ્ટીલ, ટીસીએસ, એસબીઆઈ, કોલ ઈન્ડિયા અને હિંદાલ્કોના શેર લાલ નિશાન પર બંધ થયા. શરૂઆતના કારોબારમાં શેર બજાર હાઈએસ્ટ સ્તર પર ખુલ્યું હતું. સેન્સેક્સ ૨૮૧.૨૩ પોઈન્ટ વધીને ૫૯,૪૨૨.૩૯ના સ્તર પર ખુલ્યું. બીજી બાજુ નિફ્ટી ૭૯.૭૦ પોઈન્ટની તેજી સાથે ૧૭,૭૦૯.૨૦ના સ્તરે ખુલ્યો હતો. આ ઉપરાંત શાંગી, ટોક્યો, સિઓલ અને હોંગકોગના શેર વધારા સાથે બંધ થયા. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૪ ટકા લપસીને ૭૫.૨૬ ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું.

જાણકારોનું માનીએ તો આ તેજી સપ્ટેમ્બર સુધી રહેશે. બ્રોકરેજ હાઉસિસનું કહેવું છે કે ઓક્ટોબરમાં ઈન્ડેક્સમાં કરેક્શન જોવા મળી શકે છે. શેર બજારોમાં છેલ્લા ત્રણ દિવસની તેજીને લીધે રોકામકારોની સંપત્તિમાં ૪.૪૬ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. રેકોર્ડ તેજીની સાથે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું બજારમાં રોકામ છેલ્લા ત્રણ દિવસમાં ૪,૪૬,૦૪૩.૬૫ કરોડ રૂપિયા ઉછળીને રેકોર્ડ ૨,૬૦,૭૮,૩૫૫.૧૨ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. રૂપિયો શુક્રવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરના મુકાબલે છ પૈસાની તેજી સાથે ૭૩.૪૬ પર પહોંચી ગયો.

વિદેશી મુદ્રા કારોબારીઓએ કહ્યું કે અમેરિકન મુદ્રાની વ્યાપક નબળાઈ અને વિદેશી કોષોની સતત આવકે રૂપિયાને મજબૂતી આપી જ્યારે ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજીએ આ વૃધ્ધિને સિમિત કરી.

આંતર બેક્ન વિદેશી મુદ્રા વિનિમય બજારમાં રૂપિયો ડોલરના મુકાબલે ૭૩.૪૯ પર ખુલ્યો અને પછી તેના પાછળા બંધ ભાવના મુકાબલે છ પૈસા વધીને ૭૩.૪૬ પર પહોંચી ગયો.

(9:04 pm IST)