મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

કેબિનેટમાં મુખ્યમંત્રી ઉપરાંત ૧૭ મંત્રીઓ કરોડપતિ છે

મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ સૌથી ધનવાન : અર્જુનસિંહ સૌથી ગરીબ

નવી દિલ્હી,તા. ૧૭: ગુજરાતની નવી કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ ગુરૂવારે યોજાયો હતો. રાજભવન ગાંધીનગર ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના ૧૦, રાજય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતા ૫ મંત્રીઓ અને રાજયકક્ષાના ૯ મંત્રીઓ એમ મળીને કુલ ૨૪ મંત્રીઓને અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મંત્રીઓને ખાતાની ફાળવણી દેવામાં આવી છે. મંત્રીઓની ચૂંટણી સમયે એફિડેવિટમાં દર્શાવવામાં આવેલી સંપત્ત્િ। પર નજર કરવામાં આવે તો આ ભૂપેન્દ્રભાઇ પટેલની કેબિનેટમાં મુખ્યમંત્રી ઉપરાંત ૧૭ મંત્રીઓ કરોડપતિ છે, જયારે ૫ મંત્રીઓની સંપત્ત્િ। ૨૫ લાખથી વધુ અને ૧ કરોડથી ઓછી છે. જયારે બે મંત્રીની સંપત્ત્િ। ૨૫ લાખ કરતા ઓછી છે.

મંત્રીમંડળમાં સૌથી વધુ સંપત્ત્િ।ઓની વાત કરવામાં આવે તો વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની સંપત્ત્િ। સૌથી વધારે છે. ઋષિકેશ પટેલની સંપત્ત્િ। ૧૪.૯૫ કરોડ રૂપિયા છે. જયારે જગદીશ પંચાલની સંપત્ત્િ। ૧૪.૭૫ કરોડની આસપાસ છે. કુબેર ડિંડોરની સંપત્ત્િ। ૧૦.૯૪ કરોડ, જયારે રાજેન્દ્ર ત્રિવેદીની સંપત્ત્િ। ૬.૭૪ કરોડ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મંત્રીમંડળમાં ૬ મંત્રીઓની સંપત્ત્િ। ત્રણ કરોડથી ૫ કરોડ કે તેની આસપાસ છે. જેમાં કનુભાઈ દેસાઈની ૫.૭૭ કરોડ, દેવાભાઈ માલમની ૫.૨૩ કરોડ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ૫.૧૯ કરોડ, જીતુ વાઘાણીની ૪.૬૯ કરોડ, વિનોદ મોરડિયાની ૩.૪૯ અને મુકેશ પટેલની ૩.૧૨ કરોડ રૂપિયા છે.

નવા મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળમાં ૮ મંત્રીઓની સંપત્ત્િ। ૧થી બે કરોડ કે તેની આસપાસ છે. જેમાં કિરીટસિંહ રાણાની ૨.૨૨ કરોડ, હર્ષ સંદ્યવીની ૨.૧૨ કરોડ, જીતુ ચૌધરીની ૧.૪૪ અને આર.સી.મકવાણાની ૧.૨૯ કરોડની સંપત્ત્િ। છે.

નવા મંત્રીમંડળમાં ૭ મંત્રીઓની સંપત્ત્િ। ૧ કરોડ કરતા ઓછી છે. જેમાં બ્રિજેશ મેરજાની ૯૧.૨૫ લાખ, કિર્તીસિંહ વાઘેલાની ૫૩.૦૩ લાખ, મનિષા બેન વકીલની ૪૯.૧૩ લાખ, ગજેન્દ્રસિંહ પરમારની ૪૩.૮૪ લાખ, નિમીષા સુથારની ૩૪.૭૨ લાખ, પ્રદીપ પરમારની ૨૩.૪૭ લાખ અને અર્જૂનસિંહ ચૌહાણની ૧૨.૫૭ લાખ સંપત્ત્િ। છે.

(11:38 am IST)