મુખ્ય સમાચાર
News of Friday, 17th September 2021

યુપીમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી: અલગ -અલગ બનાવોમાં ૪૮ લોકોનાં મોત: બે દિવસ શાળા-કોલેજ બંધ રાખવાનો આદેશ

લખનૌ: બે દિવસથી યુપીમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે.  ગુરુવારે અનેક સ્થળોએ મકાનો, દિવાલો, વૃક્ષો અને વીજ થાંભલા પડી ગયા.  રેલવે ટ્રેક પર લાઈન તૂટવાને કારણે ઘણી ટ્રેનોના પૈડા થંભી ગયા હતા.  એરલાઈન્સ ખોરવાઈ ગઈ હતી.  વીજતંત્ર તૂટી ગયું.  કુલ ૪૮ લોકોના મોત થયા છે.  ઘણા ઘાયલ થયા છે.  સૌથી વધુ નુકસાન અવધ પ્રદેશમાં થયું છે.  અહીં લખનૌમાં ત્રણ સહિત ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.

હવામાનને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી બે દિવસ એટલે કે ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરે રાજ્યની તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.  હવે શાળાઓ સોમવારે ખુલશે.  જો કે, ૧૮ સપ્ટેમ્બરે યુપી બોર્ડની માર્ક સુધારણા પરીક્ષાનું શેડ્યૂલ યથાવત રહેશે.  મુખ્યમંત્રીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

(12:32 am IST)