મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

રાત્રે 1 વાગ્યા સુધીના મહત્વના સમાચારો વાંચવા અહી ક્લિક કરો

રાત્રે 1 વાગ્યા સુધીના મહત્વના સમાચારો : 

1) હાલના પૂર્વ સાંસદો વિરૂદ્ધ દેશભરની કોર્ટોમાં લંબિત કેસોના તાત્કાલિક નિકાલ માટે સુપ્રીમ કોર્ટે કમર કસી લીધી છે. સુપ્રીમ કોર્ટે પણ તમામ ઉચ્ચ કોર્ટોના મુખ્ય જજોને કહ્યું કે, તેઓ આ લંબિત એવા ગુનાઓના કેસોની તાત્કાલિક સુનાવણી માટે યોગ્ય પીઠ સમક્ષ લગાવો. કોઇ અરજી આધારે રોક હોય તો જલ્દી સુનાવણી કરો અને 2 મહિનામાં કેસનો નિકાલ કરો.

2) ભારતમાં કોરોના રસીને લઈને એક ખુબ જ મહત્વપૂર્ણ જાહેરાત થઈ છે, રશિયાએ કહ્યું છે કે જો ભારતમાં તેની કોરોના વેક્સિનના ટ્રાયલ માટેની મંજૂરી મળી જય છે તો નવેમ્બરમાં ભારતમાં રસીનું પ્રોડક્શન અને વિતરણ શરુ કઈ શકાય છે. આ બાબતે RDIF ના CEOનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. નોંધનીય છે કે સ્પુતનિક 5 રસી માટે Dr. Reddy's લેબોરેટરી સાથે રશિયા પહેલા જ કરાર કરી ચૂક્યું છે.

3) આશરે 30 વર્ષ બાદ કોઈ દેશ બ્રિટનના રાજપરિવારનું શાસન સમાપ્ત કરીને રિપબ્લિક બનવાના માર્ગ પર છે. બાર્બાડોસે નિર્ણય કર્યો છે કે હવે બ્રિટનની મહારાણી એલિઝાબેથ II તેમના રાષ્ટ્રાધ્યક્ષ નહીં રહે. એલિઝાબેથ બ્રિટન સિવાય 15 અન્ય કોમનવેલ્થ દેશોના રાણી છે. એક સમય હતો જ્યારે બ્રિટનનો રાજપરિવાર દુનિયાના ઘણા દેશ પર શાસન કરતો હતો. ધીરે-ધીરે આ દેશ બ્રિટનના ગુલામીમાંથી બહાર આવતા ગયા.

4) સ્કૂલ બાદ કોલેજોની ફી મુદ્દે હાઇકોર્ટમાં PIL થઈ છે. કોલેજોની ફી ઘટાડાની માગ સાથે થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકાર વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફી અંગે નિર્ણય કરવા બે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ અક્ષય મહેતાના અધ્યક્ષસ્થાને આ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી સમગ્ર મામલે અભ્યાસ કરી રહી છે. આ કમિટી બેથી ત્રણ અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરશે અને તેને હાઇકોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.

(1:31 am IST)