મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

૧૨ રાજ્યોમાં ખતરનાક આઈએસનો પગપેસારો

સરકારે સંસદમાં લેખિત જવાબમાં આપેલી માહિતી : સાઉથનાં લગભગ બધાં રાજ્યો યુપી, બિહાર, રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર, પ. બંગાળ અને કશ્મીરનો સમાવેશ

નવી દિલ્હી, તા. ૧૭ : ઈરાક અને સિરિયામાં ઊભી થયેલી ખતરનાક આતંકવાદી સંસ્થા ઇસ્લામિક સ્ટેટ દેશનાં ૧૨ રાજ્યોમાં સક્રિય હોવાનું કેન્દ્ર સરકારે કહ્યું છે. ઇરાન અને સીરિયામાં સક્રિય એવી ઇસ્લામિક સ્ટેટે દેશનાં ૧૨ રાજ્યોમાં પોતાનો પગદંડો જમાવી ચુકી હતી. ઇસ્લામિક સ્ટેટ સક્રિય હોય એવાં રાજ્યોમાં સૌથી વધુ અસર સાઉથનાં રાજ્યોમાં હતી. સાઉથનાં લગભગ બધાં રાજ્યો તામિલનાડુ, કર્ણાટક. કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા ઉપરાંત ઉત્તર પ્રદેશ. બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કશ્મીરનો સમાવેશ થતો હતો. ૨૦૧૪ પછી ઇસ્લામિક સ્ટેટ ઇરાન-ઇરાક ઉપરાંત બાંગ્લા દેશ, માલી, સોમાલિયા અને મિસર જેવા દેશોમાં પગપેસારો કરી ચૂક્યું હતું.

સરકારે કહ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટને લશ્કર-એ-તૈયબ અને અલ કાદા જેવી આતંકવાદી સંસ્થાઓ સાથે સીધો સંબંધ છે.  ભારતમાં પોતાની સુન્ની ઝનૂની વિચારધારાના પ્રસાર માટે આ આતંકવાદી સંસ્થા સોશ્યલ મિડિયાનો ગેરઉપયોગ કરી રહી હતી. જે તે રાજ્યોની ગુપ્તચર સંસ્થા ઉપરાંત કેન્દ્ર સરકારની સિક્યોરિટી વ્યવસ્થાને આ રાજ્યોની કેટલી વ્યક્તિઓ ઇસ્લામિક વિચારધારા સાથે સંમત થઇ હતી એની માહિતી મળી હતી.

ભાજપના સાંસદ વિનય પી સહસ્ત્રબુદ્ધેના એક સવાલના લેખિત જવામાં કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન જી કિસન રેડ્ડીએ આ માહિતી આપી હતી. રેડ્ડીએ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાને પાકી માહિતી મળી હતી કે કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કશ્મીરમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય હતું. દેશની આતંકવાદ વિરોધી શાખાએ ખાસ કરીને સાઉથનાં રાજ્યોમં ૧૭ કેસ નોંધ્યા હતા અને ૧૨૨ વ્યક્તિની ધરપકડ પણ કરી હતી.

(9:46 pm IST)