મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

મોદી સરકારને ઝટકો : નવા કૃષિ કાનૂનના વિરોધમાં કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર રાજીનામુ આપી દેશે : શિરોમણી અકાલી દલ પ્રેસિડન્ટ સુખબીરસિંઘ બાદલની ઘોષણાં

ન્યુદિલ્હી :  શિરોમણી અકાલી દલ  પ્રેસિડન્ટ સુખબીરસિંઘ બાદલએ આજરોજ લોકસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનૂનના વિરોધમાં કેન્દ્ર સરકારના ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર  હરસિમરત કૌર રાજીનામુ આપી દેશે .
બાદલે ઉમેર્યું હતું કે આ નવો કાનૂન પંજાબના ખેડૂતોની 50 વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી દેનારો છે.ભારતને અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બનાવવામાં પંજાબનો મોટો હિસ્સો હોવાનું તેમણે જણાવ્યું હતું .
ઉલ્લેખનીય છે કે એનડીએ સરકારમાં શિરોમણી અકાલી દલના  પ્રતિનિધિ તરીકે  હરસિમરત કૌર એકમાત્ર છે.જેઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.

(8:20 pm IST)