મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

પ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશોનો સમાવેશ : ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવ્યો

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ આરોપ લગાવતા જણાવ્યું છે કે પ્રતિબંધિત નશીલા પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરીમાં ભારત સહીત 21 દેશો સમાવિષ્ટ છે.જેઓનો નાતો પ્રતિબંધિત ડ્રગની હેરાફેરી કરતા સંગઠનો સાથે જોડાયેલો છે.
       ટ્રમ્પએ બહાર પાડેલી યાદીમાં બોલિવિયા ,વેનેઝુએલા ,તથા ભારત સહીત કુલ 21 દેશોનો સમાવેશ કરાયો છે.તેમણે જણાવ્યું હતું કે પેરુમાં ઐતિહાસિક સ્તર ઉપર ઉત્પાદન થઇ રહ્યું છે.આ માટે તેઓએ કડક પગલાં લેવા મેક્સિકોને અનુરોધ કર્યો છે.
       તેમણે ઉમેર્યું હતું કે આ ગેરકાયદે ડ્રગ્સની હેરાફેરી વિરુદ્ધ તેમનું તંત્ર સખ્ત કાર્યવાહી કરી રહ્યું છે.

 

(7:09 pm IST)